પુરણ પોળી(Puran poli recipe in Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#GA4
#Week13
#tuver
આજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે.

પુરણ પોળી(Puran poli recipe in Gujarati)

#GA4
#Week13
#tuver
આજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ માટે
  1. પુરણ બનાવવા માટે:
  2. 1 વાટકીતુવેરની દાળ
  3. 1 વાટકો ગોળ
  4. 3 ચમચીખાંડ
  5. 1 ચમચીઇલાયચિ પાઉડર
  6. રોટલી બનાવવા માટે:
  7. 1 વાટકો લોટ
  8. 1 ચમચીતેલ મોણ માટે
  9. પાણી જરુર મૂજબ
  10. ઘી રોટલી ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા તુવેર દાળ ને પાણી થી ધોઇ ને 1 કુકરમાં 2 થી 3 વાટકી જેટલું પાણી લઈ ને 3 થી 4 સિટી વગાડી દાળ બાફી લેવી.

  2. 2

    હવે બફાયેલી દાળ ને 1 કઢાઈમા કાઢી ગેસ પર મુકી તેમાં ગોળ અને ખાંડ મિક્સ કરી હલાવતા રહો

  3. 3

    હવે પુરણ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ઇલાયચિ પાઉડર નાખી દેવો

  4. 4

    હવે રોટલી માટે 1 કથ્રોટ મા લોટ લઈ તેલ નુ મોણ નાખી જરુર મૂજબ પાણી નાખી ને લોટ બાંધી લોટ તૈયાર કરો

  5. 5

    હવે લોટ માથી લુવા બનાવી ને રોટલી વણી તેની અંદર તૈયાર કરેલુ પુરણ ભરી લુવા ને પેક કરી ફરી રોટલી વણી લેવી

  6. 6

    હવે વણાઈ ગયેલી રોટલી ને લોઢિ પર મુકી સેકિ લેવી,પછી તેના ઉપર ઘી લગાવવું.

  7. 7

    બસ તો તૈયાર છે ગરમા ગરમ પુરણ પોળી દેશી ઘીમાં બોળી બોળી ને ખાવાની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes