મેંગો કેક (Mango Cake recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?

#માઇઇબુક
#cookpad
#cookpadindia
#cookpadgujarati

મેંગો કેક (Mango Cake recipe in Gujarati)

કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?

#માઇઇબુક
#cookpad
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬-૭
  1. ૨ વાટકીમેંદો
  2. ૧ વાટકીદળેલી ખાંડ (કેરી નો રસ મીઠો છે, એટલે મેં ઓછી ખાંડ લીધી છે, તમે તે રીતે એડજેસ્ટ કરી લેજો)
  3. દૂધ
  4. ૧ કપકેરી નો પલ્પ (કેસર કેરી ને પાણી નાંખ્યા વગર મીક્ષર માં પીસી લીધી છે, અને ગરણી થી ગાળી લીધું છે, એટલે કોઈ રેષા હોય તો નીકળી જાય)
  5. ૧ ચમચીબેકિંગ પાઉડર
  6. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  7. ૧/૨ વાટકીતેલ
  8. ૩ ચમચીમોળું દહીં (એગ્સ નથી નાંખતાં, એટલે એની જગ્યા પર)
  9. કેક ૧ પ્લેન કેક ડોકોર કરવા સામગ્રી
  10. ચેરી
  11. બદામ પીસ્તા ની કતરણ
  12. કેક ૨ - ડેકોર કરવા સામગી્
  13. ૧ ચમચીમેંગો એસેન્સ
  14. વ્હીપ્ડ ક્રીમ (બહારનું રેડી મેડ વેનીલા યુઝ કર્યું છે)
  15. કેરી ની પતલી લાંબી સ્લાઈસ (રોઝ માટે)
  16. ફો્સ્ટીંગ (વેનીલા ફ્લેવર - તૈયાર બજારનું લીધું છે)
  17. ડેકોર કરવા ચેરી ૬-૭
  18. કેસર પીસ્તાં ની કતરણ
  19. કેસરનાં તાતણાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ સોડા અને બેંકીંગ પાઉડર નાખી ચાળી લો. હવે તેમાં મેંગો પલ્પ, તેલ અને દહીં નાખી બરાબર મિક્સ કરો તેમાં ધીરે ધીરે દૂધ નાખી બરાબર મિક્સ કરો. દૂધ ૪-૬ ચમચી થી ઓછું જોઈને. બેટર થીક રાખવાનું છે.

  2. 2

    હવે પ્રીહીટ ઓવન માં ૧૬૦ ડીગ્રી પર ૨૫-૩૦ થી મિનિટ સુધી બેક કરો. કેક પેન માં નીચે ઓઈલ લગાવી થોડો ચોખા નો લોટ ભભરાવી ને ખંખેરી લેવો. પેન માંથી સરસ રીતે બન્યાં પછી નીકળી જશે. મેં નાની નાની ૨ કેક બનાવી છે. તમે ફક્ત ૧ જ કેક બનાવી હોય તો બનાવો. કુકીંગ સમય ૧ મોટી કેક માં થોડો વધારે થશે. કેક બહાર કાઢો એ પહેલાં ટુથપીક નાંખી ને ચેક કરી લો કે, બરોબર થઈ છે કે કેમ.કાચી હશે તો ટુથપીક પર ચોંટશે. હું હંમેશા સ્પી્ન્ગ ફોમ પેન વાપરું એટલે બહાર કાઠવી ખુબ ઈઝી થઈ જાય છે. હવે કેક ને ૨ કલાક માટે ઠંડી થવા દો.

  3. 3

    હવે, કેક એકદમ ઠંડી પડે એટલે ડી મોલ્ડ કરો. હું પહેલાં જે નટ્સ નીંખ્યાં છે તે કેક ને કરીશ. મેં વચ્ચે થી કટ કરી 1/2કરી છે. તમને બતાવા. એકદમ સરસ કેક બની છે. પાછળનો ભાગ પણ સરસ કુક થયો છે. બહુ જ સરસ કલર આવ્યો છે. આ કેક ને આમજ રાખવાની છું. ફક્ત એક ચમચી કી્મ મુકી ને ઉપર ચેરી મુકી છે. આ તૈયાર છે. મને સાદી કી્મ વગર ની જ કેક ભાવે છે. આ કેક એકલી જ ખાવાની છે એટલે મેં તેમાં કેરી નો રસ બીજી કેક કરતાં જરા વધારે એડ કર્યો છે. એટલે બંને કેક નો કલર અલગ છે.

  4. 4

    હવે, બીજી કેક માટે કી્મમાં મેંગો એસ્ન્સ નાંખી મીક્ષ કરો.કેક ની ચારે બાજુ વ્હીપડ ક્રીમ નુ લેયર કરી દો. બીજું ગમતું ડેકોર કરો. મેં ચેરી મુકી છે, થોડા પીસ્તાં મુકાયાં છે. કેસરનાં તાંતણાં યુઝ કર્યાં છે. વચ્ચે કેરી ની પતલી સ્લાઈસ માંથી બનાવેલું મેંગો નું રોઝ મુક્યું છે. તમને ગમતું હોય તેવું ડેકોર કરી લો.થોડુ ક્રીમ પાઈપીંગ બેગ માં ભરી લો.અને નીચે અને ઉપર કિનારે થોડી બોર્ડર કરી લો.તમને ગમે તે ડીઝાઈન બનાવી લો.

  5. 5

    મારી બંને ટેસ્ટી મેંગો કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes