રોઝ ફ્લેવર કોપરાની બરફી(rose barfi recipe in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકી- કોપરાનું છીણ અથવા તાજુ છીણેલુ નારિયેળ
  2. 1વાટકો - ખાંડ
  3. 1મોટી ચમચી- ઘી
  4. 1 ચમચી- એલચીનો ભૂકો
  5. 2 ચમચી- રોઝ સીરપ
  6. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે.

  2. 2

    કોપરાપાક બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. કડાઈમાં ઘી લઈ મધ્યમ આંચ પર પીગળવા દો.

  3. 3

    તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો.

  4. 4

    ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ ઉમેરી દો.

  5. 5

    તમે ખાંડ ઉમેરો પછી મિશ્રણને સતત હલાવતા રહો. થોડી વાર પછી ફ્લેવર માટે તેમાં એલચીનો ભૂકો ઉમેરી દો. ધીરેધીરે ગરમ થયેલા મિશ્રણમાં તમને પરપોટા થતા દેખાશે અને પછી મિશ્રણ ઘટ્ટ થવા માંડશે. પરપોટા વળતા બંધ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને બદામનું કતરણ ઉમેરો હવે તેમાં રોઝ સીરપ મિક્સ કરો.

  6. 6

    આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes