સેવઉસળ (sev usal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુકા સફેદ વટાણા ને ગરમ પાણીમાં 5 થી 6કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ કુકર માં 4 - 5 સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 2
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ ઊમેરી ડુંગળી ટામેટા ની પેસ્ટ ઊમેરી હલાવી તેલ છુટે ત્યા સુધી ચડવા દો. ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ ઊમેરી હલાવી. હવે તેમાં પાણી લાલ મરચું પાઉડર ઊમેરી હલાવી દો.
- 3
ત્યાર બાદ તેમાં બાફેલા સફેદ વટાણા, હડદર, સેવઉસળ મસાલો, મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો.
- 4
બીજી બાજુ એક પેનમાં 2 - 3 તેલ ને બરાબર ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર અને પાણી ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો.
- 5
હવે સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
-
-
-
-
-
-
બરોડા નું પ્રખ્યાત સેવઉસળ (Baroda Famous Sev Usal Recipe In Gujarati)
# લગભગ બધા નું પ્રિય છે. મેં બરોડા નું પ્રખ્યાત સેવઉસળ બનાવ્યું છે. સાથે સાથે સેવઉસળ નો મસાલો અને તરી પણ બનાવી છે. બરોડા ના સેવઉસળ માં ગ્રેવી વધારે હોય છે અને વટાણા ઓછા હોય છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
Kiye To Jiye Kaise.... Bin Aap Ke..Bhaata Nahin Dil ❤ Ko kuchbhiBin Aap ke...... Ketki Dave -
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
મગનું સેવ ઉસળ(Sev Usal recipe in gujarati)
#MW1 શીયાળામાં ગરમાગરમ મગ નું સેવ ઉસળ એટલે ટેસ્ટી ઇમ્યુનિટી બુસ્ટર ..સેવ ઉસળ ઠંડી ની સીઝન માં ખાવા ની ખુબ મજા આવી જાય.. પણ આજે મગ નું સેવ ઉસળ બનાવ્યું છે..મગ તો શક્તિ દાયક હોય છે..અશક્ત માણસો પણ મગ પચાવી શકે છે.. એમાંય સેવ ઉસળ માં આદું અને લીલું લસણ,લીલી ડુંગળી, લીંબુનો રસ , કોથમીર ,મરી આ બધી જ સામગ્રી..શરીર ને ગરમાવો આપે છે.. Sunita Vaghela -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
મગ નું સેવઉસળ(Moong Sev Usal Recipe In gujarati)
#Famમારી આ રેસિપી મારા ફેમિલી ને ખુબ જ ગમે છે..અને આમાં હું એક સિક્રેટ આઈટમ (મગ ની દાળ)નો ઉપયોગ કરું છું..આ મારી પોતે બનાવેલી રેસિપી છે...સેવઉસળ ખાસ કરીને વટાણા માંથી જ બને છે.. ક્યારેક હું દેશી ચણા માથી પણ બનાવું છું.. પણ આ મગ ની દાળ નું સેવ ઉસળ ખૂબ જ સરસ લાગે છે.. તમે પણ બનાવી જોશો.. Sunita Vaghela -
સેવ-ઉસળ(sev usal recipe in gujrati)
#સમર આપણે રહ્યા gujju કોરોના ના સમાચાર સાંભળીને થોડી વાર ટેન્શનમાં આવી જઈએ, તોય સવાર સાંજ પાછું નવું ને ચટાકેદાર જમણ તો જોઈએ જ નહીં.એટલે તો gujju ને કોઈ ના પુંગે સાહેબ🤗🏡. Savani Swati -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#FFC1વિસરાતી વાનગી - Week-1સેવ ઉસળ, ઉસળ-પાવ, કે મિસળ-પાવ એ મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફુડ છે. તેને પુના મિસળ તરીકે પણ ઓળખાય છે.. તેમાં વિવિધ કઠોળ ખાસ કરીને સફેદ વટાણા કે મઠનો ઉપયોગ થાય છે. આ કઠોળને બાફી રસાદાર બનાવવામાં આવે છે. સાથે ડુંગળી, પાવ, તીખી-મીઠી ચટણી અને ગાંઠિયા સર્વ થાય છે. ઘણી જગ્યા એ સેવ કે મિક્સ ચવાણું પણ નાંખવામાં આવે છે. સાથે લસણ, ડુંગળી, મરચા-મસાલાથી ભરપૂર તરી (તીખો રસો) પણ પિરસાય છે જે કોઈ પણ ડિશમાં પોતાને જોઈતી તીખાશ પ્રમાણે ઉમેરી શકે.. ટૂંકમાં બધું પીરસાય પછી ડીશ તમે તમારી જરૂર મુજબ બનાવી શકો. Customized version 🤣🤣આ કદાચ મહારાષ્ટ્ર માં વિસરાતી વાનગી હશે પણ ગુજરાતીઓ ખાવાનાં ખૂબ શોખીન હોવાથી સેવ-ઉસળને સ્ટ્રીટ ફુડમાં દરજ્જો મળ્યો છે અને વડોદરાનું સેવ ઉસળ બહુ જ પ્રખ્યાત બન્યું છે. આજે રવિવાર ની રજા અને કંઈક નવું અને ઝટપટ બને તેવું વિચારી સેવ ઉસળ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
-
-
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Famભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય... Hiral Pandya Shukla -
સેવઉસળ(sev usal recipe in gujarati)
સેવ ઉસળ ની રેસીપી એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. એકવાર આ રેસીપી થી સેવ ઉસળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવીને ખાશો.#સેવઉસળ Rinkal’s Kitchen -
-
-
વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
#FFC4#Week4 વડોદરા માં સેવઉસળ ખુબ જ ફેમસ છે.. સેવ ઉસળ માં વટાણા, બટાકા અને લીલી ડુંગળી સાથે પાઉં ને સેવ બસ મોજ પડી જાય...વન મિલ પોટ.. સાંજે ડીનર ની રેસિપી માટે બેસ્ટ👌 વટાણા નું સેવ ઉસળ Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13248474
ટિપ્પણીઓ