ખજૂર કોકો રોલ્સ(khajur coco rolls recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

ખજૂર કોકો રોલ્સ(khajur coco rolls recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  1. ૨૫૦ ગ્રામ - કાળો પોચો બી કાઢી સમારેલો ખજૂર
  2. ૨ ચમચી- ઘી
  3. ૨-૩ ચમચી - ખાંડ
  4. બાઉલ - ઘર ની દૂધ ની મલાઈ
  5. ૩-૪ ચમચી - કોકો પાઉડર
  6. ૧૫-૨૦ નંગ - ગ્લુકોઝ બિસ્કીટ (મે parle-G લીધા છે)
  7. ૧/૨બાઉલ - સુકામેવા પાઉડર (કાજુ, બદામ, કોપરાનું ખમણ)

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    નોનસ્ટિક કડાઈમાં ઘી લઈ એમાં ખજૂર નાખી એને ૩-૫ મિનીટ સુધી શેકવું. ખજૂર ને સ્મેશ કરી લેવો.

  2. 2

    પછી એમાં ખાંડ, મલાઈ નાખી એને હલાવતા રહેવું અને બરાબર કુક કરવું. ૫ મિનીટ પછી એમાં કોકો પાઉડર નાખી હલાવતા રહેવું.

  3. 3

    હવે મિશ્રણ માંથી ઘી છૂટું પડવા લાગે અને વાસણ ની કિનારી છોડવા લાગે એટલે એમાં બિસ્કીટ ના નાના ટુકડા કરી એમાં નાખી એને હલકા હાથે હલાવવું (બિસ્કીટ નો ભુક્કો n થઈ જાય એનું ધ્યાન રાખવું). બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડુ થવા દેવું.

  4. 4

    ઠંડુ થઈ જાય એટલે એના લાંબા રોલ બનાવી લેવા અને સુકામેવા ના ભૂકા માં રગદોળી લેવા અને બરાબર કોટિંગ કરી લેવું.

  5. 5

    રોલ્સ ને ફ્રીઝર માં ૩૦-૪૦ મિનીટ માટે મૂકવા. રોલ્સ બરાબર કડક થઈ જાય એટલે બહાર કાઢી એને કટ કરી લેવું

  6. 6

    તૈયાર છે બાળકો ને ભાવે એવા ખજૂર કોકો રોલ્સ.
    આ રોલ્સ ને પ્લાસ્ટિક ડબા માં ભરી ફ્રીઝ માં રાખવા. એને ૧૦-૧૫ દિવસ સુધી સાચવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

ટિપ્પણીઓ

Similar Recipes