ખજૂર પાક (Khajur pak Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

ખજૂર પાક (Khajur pak Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૬ થી ૮ લોકો
  1. ૫૦૦ ગ્રામ ખજૂર બી વગરનો જીણો સમારેલો
  2. ૨૦૦ ગ્રામ મોળો માવો છીણેલો
  3. ૧/૪ કપગુંદર
  4. ૧/૪ કપસૂકા કોપરાનું છીણ
  5. ૧/૪ કપસુકો મેવો- બદામ કાજુ અખરોટ અંજીર
  6. ૧/૪ કપઘી
  7. ૧/૨ કપખાંડ ચાસણી માટે
  8. ૧ ટેબલ સ્પૂનસુંઠ પાઉડર
  9. ગાનિઁશ માટે બદામ, પીસતા અને કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ લો તેમા થોડુ ઘી ઉમેરી ગેસ પર ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમા ગુંદર નાખી ગેસ ધીમો કરી તળી લો અને એક થાળીમા કાઢી લો

  2. 2

    હવે તેજ કડાઈ મા થોડુ ઘી ઉમેરી માવો ધીમા ગેસે શેકો બદામી રંગ નો થાય તયા સુધી. પછી તેમા કોપરાનુ છીણ પણ ઉમેરો ને ધીમા ગેસે શેકતા રહો.. પછી તેમા સાથે સુંઠ પાઉડર પણ ઉમેરી ને માવો શેકતા રહો.. આ રીતે પાચેક મિનિટ શેકી થાળી મા કાઢી લો

  3. 3

    હવે તેજ કડાઈ મા થોડુ ઘી ઉમેરી સૂકો મેવો એકાદ મિનિટ શેકી ને થાળી મા કાઢી લો

  4. 4

    હવે આજ કડાઈ મા થોડુ ઘી ઉમેરી ખજૂર ને સાંતળો ધીમા ગેસે.. પાચેક મિનિટ સાતળી તેમા શેકેલો ગુંદર, માવો અને સુકો મેવો નાખી દો અને એકદમ બધુજ ભેળવી ને હલાવી દો અને ગેસ બંધ કરી દો

  5. 5

    હવે બીજી કડાઈ મા ખાંડ લો અને તેમા ડૂબે તેટલુ પાણી ઉમેરી ગેસ પર ગરમ કરો અને એક તાર જેટલી ચાસણી બનાવો

  6. 6

    હવે આ ચાસણી ખજૂરના મિશ્રણ મા ઉમેરી ગેસ ચાલુ કરી ફરી ધીમા ગેસે ભેળવી દો જેથી ઘી છુટુ પડે પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લો

  7. 7

    હવે એક ચોકી પર ઘી લગાવી તેના પર બટર પેપર લગાવી ને ખજૂરના મિશ્રણ ને પાથરી દો.. અને દસ થી પંદર મિનિટ ઠરવા દો..

  8. 8

    હવે તેના પર કેપરાનુ છીણ, બદામ અને પીસતાથી ગાનિઁશ કરો અને તેના કાપા કરી ટુકડા કરો..અને પીરસો.. ખજૂરપાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes