દાળ પાલક વિથ સુવા પુલાવ (Dal palak with Sua pulav) in Gujarati Re

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

# માઇઇબુક
# સુપરશેફ4

દાળ પાલક વિથ સુવા પુલાવ (Dal palak with Sua pulav) in Gujarati Re

# માઇઇબુક
# સુપરશેફ4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪સર્વિંગ્સ
  1. ૨ વાટકી ચણાની દાળ/ મગ ની છોડા વગર દાળ
  2. ૫૦૦ ગ્રામ પાલક
  3. ૨ ડુંગળી
  4. ટામેટા
  5. ૨ બટાકા
  6. ૫ લીલા મરચા
  7. ૫ કડી લસણ
  8. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચી ગરમ મસાલા પાઉડર
  10. ૪ ચમચી તેલ
  11. ૨ ચમચી જીરૂ
  12. **સુવા પુલાવ માટે****
  13. ૨ વાટકી ચોખા
  14. ૫ લીલા મરચા
  15. ૫ કડી લસણ
  16. ટુકડો આદું નો નાનો
  17. ટામેટા
  18. ફુદીના નાં પાન
  19. ૧ કેપ્સીકમ મરચું
  20. ૧ ચમચી હળદર પાઉડર
  21. ૧ ચમચી ગરમ મસાલા પાઉડર
  22. ૨ ડાળખી મીઠો લીમડો
  23. મીઠું સ્વાદાનુસાર
  24. ૩ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ પલાળી રાખો.પાલક ને પણ કાપી ને પાણી મા પલાળી રાખો.

  2. 2

    પુલાવ માટે પણ સુવા અને ચોખા પલાળી રાખો. ડુંગળી, મરચા, આદું, લસણ ને ચોપર માં કાપી લેવું.

  3. 3

    ત્યારબાદ કુકર માં તેલ મૂકી ને ડુંગળી અને લસણ મરચા અને આદુ નો પેસ્ટ નાખી સાંતળવુ.. ડુંગળી લાલ થાય પછી તેમાં બટાકા ટામેટા પાલક ચણા દાળ ઉમેરી દેવા.

  4. 4

    બધું બરાબર મિક્સ કરીને એમાં સૂકા મસાલા લાલ મરચું પાઉડર,ગરમ મસાલો મીઠું નાખી ને ૪ સિટી વગાડવી. જ્યારે થઈ જાય તો એમાં જીરા નો વગાર કરીને ને પીરસવું.

  5. 5

    પુલાવ માટે કુકર મા લીલા મરચાં લસણ આદુ નો પેસ્ટ તેલ નાખી ને સાંતળો. પછી એમાં કેપ્સિકમ,સુવા અને ફૂદીનો નાખી ને સાંતળો. થોડી વાર પછી ૨ ટામેટા,હળદર ગરમ મસાલા પાઉડર, મીઠો લીમડો અને મીઠું મિક્સ કરીને પાણી નાખી ને બરાબર હલાવી ઉકળવા દો. ૫ મિનિટ પછી એમાં ચોખા ઉમેરો અને બરાબર હલાવી ૨ સિટી વગાડવી.

  6. 6

    આ શક અને પુલાવ દહીં સાથે સર્વ કરવા. આ એક સિંધી રેસિપી છે. સાયી ભાજી n પુલાવ.,😊🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes