પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC6
#week6
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ માટે
  1. 1/4 કપતુવેરની દાળ
  2. 1/4 કપચણાની દાળ
  3. 1/4 કપમગની પીળી દાળ
  4. 1/4 કપમસૂરની દાળ
  5. 1/4 કપઅડદની દાળ
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીજીરૂ
  8. ૧/૨ નાની ચમચીહિંગ
  9. ૨ નંગસુકા લાલ મરચા
  10. ડાળખી લીમડાના પાંદડા
  11. ૧.૫ ચમચી આદુ મરચાની પેસ્ટ
  12. ૧/૨ કપસમારેલી ડુંગળી
  13. ૪-૫ કડી સમારેલું લસણ
  14. ૨/૩ કપ સમારેલા ટામેટાં
  15. ૧ ચમચીલાલ મરચું
  16. ૧ ચમચીધાણાજીરૂ
  17. ૧/૪ ચમચીહળદર
  18. સ્વાદાનુસાર મીઠું
  19. ૧ ચમચીકસુરી મેથી
  20. ૧/૨ ચમચીગરમ મસાલો
  21. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અને મસૂરની દાળને ચોખ્ખા પાણીથી ધોઇને તેને એક કલાક માટે પલાળી ને થોડી હળદર ભેળવીને કુકરમાં બાફવાની છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા જીરુ, હિંગ, સુકા લાલ મરચાં સાતળવાના છે. ત્યારબાદ તેમાં લીમડો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે.

  3. 3

    હવે તેમાં ડુંગળી અને લસણ ઉમેરી આછુ ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાનું છે. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી એક મિનીટ માટે કુક થવા દેવાનું છે.

  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. કસૂરી મેથી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    બાફીને તૈયાર કરેલી દાળને થોડી મેશ કરી આ ગ્રેવીમાં ઉમેરવાની છે અને બધું બરાબર રીતે મિક્સ કરી એક મિનિટ માટે કુક કરવાનું છે. દાળ જેટલી પાતળી જોઈતી હોય તે પ્રમાણે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે.

  6. 6

    પાણી ઉમેર્યા બાદ તેને પાંચ મિનિટ માટે ઉકાડવાની છે અને ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો અને કોથમીર ઉમેરવાના છે.

  7. 7

    તો અહીંયા આપણી પંચમેલ દાળ સર્વ કરવા માટે રેડી છે.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes