શાહી પૂરણ પોળી(Shahi Puran Poli Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

વીક 4- દાળ /રાઈસ માં દાળ ની વાનગી

શાહી પૂરણ પોળી(Shahi Puran Poli Recipe in Gujarati)

વીક 4- દાળ /રાઈસ માં દાળ ની વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપતુવેરની દાળ
  2. 1 કપગોળ
  3. 1 કપઘઉંના લોટ ની બાંધેલી કણક
  4. 5 ચમચીઘી પૂરણ શેકવા માટે
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. 10,12 નંગકિસમિસ
  7. 3 ચમચીકોપરાનું છીણ
  8. 4-5 ચમચીઘી પૂરણ પોળી પર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 કપ તુવેર ની દાળ ને ધોઈને 2 કપ પાણી નાખી ને કૂકર માં 3 થી 4 વ્હીસલ વગાડી ને બાફો.કુકર થાય ત્યાં સુધી માં ગોળ ઝીણો સુધારી લો.

  2. 2

    હવે દાળ માં ગોળ મિક્સ કરો.એક કડાઈ માં ઘી મૂકી ગરમ થાય એટલે દાળ નું મિશ્રણ નાખી દો.

  3. 3

    હવે તાવેથા થી ઘી અને દાળ ના મિશ્રણ ને મિક્સ કરીને મિશ્રણ જાડુ થાય ત્યાં સુધી સતત હલાવ્યા કરો.

  4. 4

    હવે તેમાં ઇલાયચી પાઉડર,કિસમિસ,કોપરાનું છીણ મિક્સ કરો. ત્યારબાદ એક ડીશ માં તેને પાથરીને ઉપર થી કિસમિસ,કોપરાનું છીણ ભભરાવો.

  5. 5

    મિશ્રણ ઠંડુ થાય એટલે લોટ ની કણક મથી 2 એક્સરખા લુવા કરો.રોટલી નાની વાણી વચ્ચે 1 ચમચી પૂરણ ભરી ને તવા પર ઘી થી બંને બાજુ થી બ્રાઉન કલર થાય એવી શેકી લો.શેકાઈ જય એટલે ડીશ માં મૂકી ઉપરથી ઘી રેડીને સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes