પુરણ પોળી

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

પૂરણપોળી આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ તેટલી જ પ્રખ્યાત આપણા ગુજરાત મા પણ છે.. લગભગ દરેક ઘર મા બનતી અને બધાને ભાવતી વાનગી છે
#RB18

પુરણ પોળી

પૂરણપોળી આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ તેટલી જ પ્રખ્યાત આપણા ગુજરાત મા પણ છે.. લગભગ દરેક ઘર મા બનતી અને બધાને ભાવતી વાનગી છે
#RB18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા ની દાળ
  2. 1 કપખાંડ
  3. 2 કપલોટ ની બાંધેલી કણક
  4. 1/2 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  5. ચપટીજાયફળ
  6. ચપટીકેસરના તાતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ની દાળ ધોઈને બાફી લેવી ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી લેવું અથવા ચાયણી માંથી ચાળી લેવું જેથી પૂરણ સુવાળું બને

  2. 2

    ત્યારબાદ એક કડાઈ મા પૂરણ કાઢી ગરમ કરવું અને તેમાં ખાંડ ઉમેરવી.. ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી કૂક કરવું અને ઇલાયચી, જાયફળ, કેસર વગેરે ઉમેરવુ.. પૂરણ થઇ ગયું છે ક નઈ તે ચેક કરવા કડાઈ મા તવેથો ઉભો રાખવો જો ઉભો રહે તો સમજવું થઇ ગયું છે અને પડી જાય તો થોડા સમય માટે કૂક થવા દેવું

  3. 3

    પૂરણ ઠંડુ પડે એટલે તૈયાર કણક ણા લુવા કરી રોટલી વનવી.. પૂરી જેવડી રોટલી વણાઈ એટલે તેમાં આશરે 1 ટેબલસ્પૂન જેટલું પૂરણ સ્ટફ કરી રોટલી ને દરેક બાજુ થી વચ્ચે ફોલ્ડ કરી ને લુવો તૈયાર કરવો અને પૂરણ પોળી વણી લેવી

  4. 4

    હવે ગરમ તવા પર બંને બાજુ શેકી ઘી લગાડી સર્વ કરવી.. પૂરણ પોળી ગરમ કે ઠંડી બંને રીતે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes