શેફર્ડસ પાઇ (Shepherd's Pie recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

શેફર્ડસ પાઇ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી છે.
#માઇઇબુક

શેફર્ડસ પાઇ (Shepherd's Pie recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

શેફર્ડસ પાઇ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી છે.
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 2-3 ચમચીઓલિવ ઓઇલ/કૂકિંગ ઓઇલ /બટર
  2. 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  3. કળી લસણ ઝીણું સમારેલું
  4. 2-3મશરૂમ ઝીણા સમારેલા
  5. 1/4મોટુ ગ્રીન કેપ્સિકમ ઝીણું સમારેલું (મલ્ટી કલર પણ લઈ શકો)
  6. 1/2ગાજર મીડિયમ સમારેલું
  7. 4-5મોટા બ્રોકોલી ના ટૂકડા થોડા નાના મીડિયમ સમારેલા
  8. 8-10ફનસી ઝીણી સમારેલી
  9. 1બેબી કોર્ન મીડિયમ સમારેલું
  10. 3બેબી અસ્પારગસ મીડિયમ ટુકડા
  11. 1/2 કપવટાણા અને કોર્ન ના દાણા
  12. 1 કપબાફેલા રાજમા અને ચણા
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ટી સ્પૂનમરી પાઉડર
  15. 1/2 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  16. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  17. 1/4 ટી સ્પૂનડ્રાય બેસીલ
  18. 1/4 ટી સ્પૂનડ્રાય પારસ્લે
  19. 5-6 ચમચીકેચઅપ
  20. 1/2રાજમા અને ચણા બાફયા નું પાણી
  21. 2 ચમચીક્રીમ
  22. 4-5મીડિયમ બટાકા બાફેલા
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. ચપટીમરી પાઉડર
  25. 1-1. 5 ચમચી બટર
  26. 2-3 ચમચીક્રીમ
  27. 2 ચમચીચીઝ સ્પ્રેડ અથવા છીણેલું ચીઝ
  28. 1/4 કપદૂધ
  29. નાની ચપટી જાયફળ પાઉડર (ઓપ્શનલ)
  30. ગાર્નિશીંગ માટે ચિલી ફ્લેક્ષ અને ડ્રાય પારસ્લે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધું કટિંગ કરી લેવાનું. બ્રોકોલી, ગાજર, ફણસી ને ગરમ પાણી મા બોઇલ કરી લેવા. થોડા થઈ જવા આવે એટલે બેબી અસ્પારગસ અને બેબી કોર્ન ઉમેરવા. બટાકા બાફી લેવા અને ચણા અને રાજમા પણ બાફી લેવા. બાફતી વખતે મીઠું કે સોડા કઈ નાખવું નહીં.

  2. 2

    ૧ નોનસ્ટિક પેન મા ઓઈલ અથવા બટર નાખવું અને સહેજ ગરમ થાય એટલે લસણ નાંખવું. સહેજ સંતલાય એટલે ડુંગળી નાખવી. ડુંગળી થોડી સંતળાય થાય એટલે મશરૂમ નાખવા અને એકાદ બે મિનટ પછી કેપ્સિકમ ઉમેરવું. મલ્ટી કલર કેપ્સિકમ હોય તો એ પણ નાખી શકો છો. પછી તેમાં મીઠું અને મરી ઉમેરો. ત્યારબાદ બાફેલા ચણા અને રાજમા ઉમેરો અને મિક્સ કરો. પછી વટાણા અને કોર્ન ઉમેરો. મેં ફ્રોઝન વટાણા અને કોર્ન લીધા જે કુક થયેલા છે. હવે કેચઅપ ઉમેરો. બધું સરખું મિક્સ કરી લો. હવે થોડું રાજમા ન ચણા બાફયા હતા એ પાણી ઉમેરી કન્સીસ્ટન્સી એડજસ્ટ કરી લો.

  3. 3

    ગેસ બંધ કરતા પહેલા 2 ચમચી ક્રીમ એડ કરી દો. હવે બાફેલા બટાકા, મીઠું, મરી, જાયફળ પાઉડર, બટર, દૂધ, ક્રીમ, ચીઝ સ્પ્રેડ અને દૂધ ઉમેરી સરખું સરસ એક્દમ સ્મૂધ મિક્સ કરી લો. મેશડ પોટાટ્ટો રેડી છે.

  4. 4

    ઓવન ને 10 મિનટ માટે પ્રી હીટ કરી લો 180 થી 200 ડિગ્રી પર. હવે 1 બેકિંગ ડિશ લો. તેમાં પહેલા બધા મિક્સ વેજીટેબલસ નું લેયર પાથરી દો. પછી મેશડ પોટાટ્ટો નું લેયર પાથરી દો. અને ફોર્ક થી ડિઝાઇન પાડી દો (ઓપ્શનલ) અને ડીશ ને ઓવન માં 200 ડિગ્રી પર 15 થી 20 મિનટ કે ઉપર નું લેયર થોડું બ્રાઉન ના થાય ત્યાં સુધી બેક કરો. પછી બહાર કાઢીને ચિલી ફ્લેકશ અને ડ્રાય પારસ્લે થી ગાર્નિશ કરો. તૈયાર છે શેફર્ડસ પાઈ.

  5. 5

    પ્લેટ માં કાઢીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes