ચીકપી  વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.

#માઇઇબુક
#સુપરશેફ4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧/૨ કપમોટા ચણા
  2. ૧/૨ કપનાના ચણા
  3. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  4. ૧/૪ નંગઝીણી સમારેલી કોબીજ
  5. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  6. ઝીણું સમારેલું ગાજર
  7. ૭-૮ પનીર ના ક્યૂબ
  8. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. ૧/૨ ચમચીશેકેલું જીરું પાઉડર
  11. ૧/૨ ચમચીસિંધવ મીઠું
  12. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  13. ૧/૨ ચમચીચાટ મસાલો
  14. ૧/૨મરી પાઉડર
  15. ૧/૨ ચમચીધાણાજીરું
  16. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે મોટા ચણા અને નાના ચણાને ૩ પાણીથી સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ સાતથી ૭-૮ કલાક માટે પલાળીને રાખીશું. ત્યારબાદ ચણા માંથી પાણી કાઢીને એક કપડામાં ૭-૮ કલાક માટે બાંધીશું.

  2. 2

    હવે આપણે ચણા નું સલાડ બનાવવા માટે સૌપ્રથમ મસાલા તૈયાર કરીશું. બધા શાકભાજી ને ઝીણા સમારી લઈશું. હવે આપણે સલાડમાં ઉમેરવા માટે બધા મસાલા તૈયાર કરીશું.

  3. 3

    ૭-૮ કલાક પછી આપણા ચણા આ રીતે અંકુરિત થઈ જશે. હવે કુકરમાં ચણા ને ૩ સીટી વગાડી ને બાફી લઈશું. હવે આપણે એમાં બધા શાકભાજી અને મસાલા ઉમેરીશું. હવે આપણે પનીર ના પીસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક ચમચી લીંબુનો રસ અને ધાણા ઉમેરીને ફરીથી બધાને સારી રીતે મિક્સ કરીશું.

  4. 4

    આપણું ચિકપી વેજીટેબલ પ્રોટીન સલાડ તૈયાર છે. આ એક વેટલોસ રેસીપી છે અને આમાં પ્રોટીનની માત્રા ખૂબ જ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે. તમે આને દાળ ભાત, રોટલી, ભાખરી અને પરાઠા સાથે સર્વ શકોછો તો તમે મારી આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes