કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#CCC
#ક્રિસ્ટ્મસરેસીપી
નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે

કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)

#CCC
#ક્રિસ્ટ્મસરેસીપી
નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચા લોકો માટે
  1. પાઈ બનાવવા માટે
  2. 1 કપમેદાનો લોટ
  3. 4 ટેબલસ્પૂનબટર
  4. 1/2 કપ દૂધ
  5. 1/2ચમચી મીઠું
  6. ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  7. * ફિલિંગ બનાવવા માટે
  8. 1 કપબાફેલા મકાઈના દાણા
  9. 2 કપબ્લાન્ચ કરી અને ચોપ કરેલી પાલક
  10. 1 ચમચીકાપેલું લસણ
  11. 2 ચમચીબટર
  12. 1 ચમચીઓરેગાનો
  13. 1/2ચમચી મરી પાઉડર
  14. 1 ચમચીચીલી ફ્લેક્સ
  15. ૨ ચમચીચીઝ
  16. 1/2ચમચી મીઠું
  17. **વ્હાઈટ સોસ બનાવવા માટે
  18. 4 ચમચા બટર
  19. 1 કપદૂધ
  20. 2 ચમચા મેંદો
  21. 1/2ચમચી મીઠું
  22. 1 ચમચીઓરેગાનો ચીલી ફ્લેક્સ
  23. પાઇ ઉપર નાખવા માટે
  24. 2 ક્યુબ ચીઝ
  25. 2 ચમચીછીણેલું મોઝરેલા ચીઝ
  26. 1 ચમચીઓરેગાનો
  27. 1 ચમચીપેપરિકા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પાઇ બનાવવા એક વાસણમાં મેંદો લઈ તેમાં બેકિંગ પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ એકદમ ચિલ્ડ બટર લઈ તેમાં નાખો અને આંગળીઓ વડે મિક્સ કરી લેવું ટેક્સચર આપો ત્યારબાદ ઠંડુ દૂધ લઇ તેનાથી ભાખરી જેવો કઠણ લોટ બાંધો અને તેને પંદરથી વીસ મિનિટ ઢાંકીનેફ્રિજમાં મુકી રાખો

  2. 2

    હવે એક પેનમાં બટર લગાવી તેમાં લસણ સાંતળો ત્યારબાદ તેમાં પાલક અને કોર્ન નાખો એક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ઓરેગાનો પેપરિકા મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી ગેસ પરથી ઉતારી બાઉલમાં કાઢી લો ત્યારબાદ તેમાં ચીઝ નાખો

  3. 3

    વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર નાખો બટર મિલ્ક થાય એટલે તેમાં મેંદો નાંખો અને એક મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં થોડું-થોડું કરીને દૂધ ઉમેરો અને તેમાં મીઠું અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી વ્હાઇટ સોસ બનાવી લો

  4. 4

    હવે પાઇ ના લોટ ને ફ્રીઝમાંથી બહાર કાઢી બે પ્લાસ્ટીક શીટની વચ્ચે મૂકી તેને તે નો રોટલો વણી લો હવે રોટલાને પાઇ બનાવવાની ટ્રે માં મૂકી સેટ કરી લો વધારાનો લોટ ચપ્પુથી કાપી લો હવે કાંટાથી લોટમાં કાણા પાડો ફરીથી તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે ફ્રીઝમાં મૂકો

  5. 5

    હવે વ્હાઇટ સોસ માં સાંતળેલી પાલક અને મકાઇનું ને મિશ્રણ નાખી બરાબર મિક્સ કરો ઓપન ની વન ડિગ્રી ઉપર ફપ્રિ હીટ કરવા મૂકો હવે કાંઇ નહીં અંદર રાજમા મૂકી તેને 20થી 25 મિનિટ માટે બેક કરો

  6. 6

    બેક થઈ જાય એટલે તેમાંથી રાજમા કાઢી લો અને પાલક અને મકાઇનું વ્હાઇટ સોસ વાળુ ફીલિંગ ભરો ઉપરથી બંને ચીઝ ઓરેગાનો પેપરિકા નાખો અને તેને દસથી પંદર મિનિટ માટે બેક કરો બેક થઈ જાય એટલે તેને પાઇ ના મોલ્ડ માંથી કાઢી કટ કરી ગરમાગરમ. તમે પણ તમારા ઘરે ચોક્કસથી બનાવજો આશા છે તમને બધાને મારી આ રેસીપી ગમશે

  7. 7

    આ રેસિપી ક્રિસમસ પાર્ટી માટે ideal છે મારા ઘરે ક્રિસમસ વખતે પાઇ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes