સ્પીનેચ રેવીયોલી ઈન રેડ સોસ (Spinach Ravioli in Red Sauce recipe in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

રેવીયોલી એ એક ઇટાલિયન મેન કોર્સ ડીશ છે જે ફ્રેશ પાસ્તા માંથી બનાવવા માં આવે છે. પાસ્તા વણીને તેમાં સ્ટફિંગ ભરીને બોઇલ કરીને મનગમતા સોસ માં ટોસ્ટ કરીને સર્વ કરવા માં આવે છે. મેં અહીં પાલક નો યુઝ કરીને રેવીયોલી પાસ્તા બનાવ્યા છે અને ક્વિક રીકોટા ચીઝ બનાવીને તેમાં કેપ્સિકમ અને કોર્ન ના મિશ્રણ નું સ્ટફિંગ કર્યું છે અને રેડ સોસ માં ટોસ્ટ કર્યું છે.
#GA4
#Week2 #spinach #સ્પીનેચ

સ્પીનેચ રેવીયોલી ઈન રેડ સોસ (Spinach Ravioli in Red Sauce recipe in Gujarati)

રેવીયોલી એ એક ઇટાલિયન મેન કોર્સ ડીશ છે જે ફ્રેશ પાસ્તા માંથી બનાવવા માં આવે છે. પાસ્તા વણીને તેમાં સ્ટફિંગ ભરીને બોઇલ કરીને મનગમતા સોસ માં ટોસ્ટ કરીને સર્વ કરવા માં આવે છે. મેં અહીં પાલક નો યુઝ કરીને રેવીયોલી પાસ્તા બનાવ્યા છે અને ક્વિક રીકોટા ચીઝ બનાવીને તેમાં કેપ્સિકમ અને કોર્ન ના મિશ્રણ નું સ્ટફિંગ કર્યું છે અને રેડ સોસ માં ટોસ્ટ કર્યું છે.
#GA4
#Week2 #spinach #સ્પીનેચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 થી 1.5 કલાક
3 સર્વિંગ્સ
  1. 3/4 કપઘઉં નો લોટ
  2. 1/4 કપરવો
  3. 1/2 કપપાલક ની પ્યોરી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2 ટી સ્પૂનઓલિવ ઓઇલ
  6. 2 ટી સ્પૂનબટર
  7. 1/2 કપકલરફુલ કેપ્સિકમ
  8. 1/4 કપસ્વીટ કોર્ન
  9. 125 ગ્રામપનીર
  10. 1.5 ટેબલ સ્પૂનફ્રેશ થીક ક્રીમ
  11. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  12. ચપટીબ્લેક પેપર પાઉડર
  13. 1ડુંગળી ઝીણી સમારેલી
  14. 3ટામેટા
  15. 1/2 કપબીટ
  16. 2 ટી સ્પૂનઝીણું સમારેલું લસણ
  17. 1/2 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  18. 1 ટી સ્પૂનઓરેગાનો
  19. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચ અપ
  20. 1 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  21. પાર્મીઝન ચીઝ જરૂર મુજબ
  22. રેવીયોલી પાસ્તા બોઇલ કરવા માટે
  23. પાણી
  24. 2 ટેબલસ્પૂનમીઠું
  25. 1 ટી સ્પૂનતેલ
  26. ગાર્નિશીંગ માટે
  27. કલરફુલ કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

1 થી 1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં ઘઉં નો લોટ, મીઠું, રવો અને ઓલિવ ઓઇલ લો. પાલક ને ધોઈને મિક્સરમાં ક્રશ કરી પ્યોરી બનાવી લો. ગેસ અથવા માઇક્રોવેવમાં થોડી ગરમ કરી લો. હવે આ પ્યોરી થી જ લોટ બાંધો. સહેજ તેલ નાખી મસળી લો. ઢાંકીને અડધો થી 1 કલાક રહેવા દો.

  2. 2

    હવે કૂકર માં ટામેટા અને બીટ લઈ એકાદ કપ પાણી ઉમેરી 3 થી 4 સીટી વગાડી લો. ડુંગળી, કેપ્સિકમ અને લસણ ઝીણું સમારી લો. કૂકર ઠરે એટલે ટામેટા ની છાલ ઉતારી હેન્ડ બ્લેન્ડર થી પ્યોરી બનાવી લો.

  3. 3

    1 પેન માં 1 ટી ચમચી બટર ગરમ કરો. તેમાં 1 ટી ચમચી લસણ નાખો. લસણ સહેજ સંતળાય એટલે કલરફુલ કેપ્સિકમ નાખો અને સાંતળો. 1 મિનિટ પછી મીઠું, ઓરેગાનો, ચિલી ફ્લેકશ અને બ્લેક પેપર પાઉડર નાખો અને સરખું હલાવીને કૂક કરી લો. 3 થી 4 મિનિટ બાદ સરખું કૂક થઈ જાય એટલે sweet કોર્ન ઉમેરો. મેં અહીં ફ્રોઝન સ્વીટ કોર્ન લીધા છે જે already કૂક થયેલા છે. સ્વીટ કોર્ન ઉમેરીને બધું સરખું મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ પછી પાણી બધું શોષાઈ જાય અને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો અને ઠંડુ થવા દો.

  4. 4

    હવે 1 પેન માં 1 ટી ચમચી બટર ગરમ કરો.તેમાં ડુંગળી અને 1 ટીસ્પૂન લસણ નાખો અને સાંતળો.ડુંગળી અને લસણ એકદમ સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા અને બીટ ની પ્યોરી ગાળીને નાખો જેથી એકદમ સ્મૂધ પ્યોરી મળે.મીઠું, ચિલી ફ્લેકશ અને ઓરેગાનો ઉમેરો.એકદમ ઉકળવા અને કૂક થવા દો.થોડું ઘટ્ટ થવા દો. ત્યારબાદ 1 ચમચી કોર્ન ફલોર માં 2 થી 3 ચમચી પાણી ઉમેરી આ સ્લરી ઉમેરો જેથી રેડ સોસ ની થીક કન્સીસ્ટન્સી થશે.1 ટેબલસ્પૂન ટોમેટો કેચ અપ ઉમેરો.ટામેટા બહુ ખાટા હોય તો સ્વાદ એડજસ્ટ કરવા થોડી ખાંડ ઉમેરી શકો છો, મેં અહીં નથી ઉમેરી.

  5. 5

    1 મિક્સર જાર માં પનીર, ક્રીમ, મીઠું, મરી અને લીંબુ નો રસ ઉમેરી અધ કચરું ક્રશ કરી લો. આપણું ક્વિક રિકોટા ચીઝ તૈયાર છે. તેમાં કેપ્સિકમ અને કોર્ન નું મિશ્રણ લઈ મિક્સ કરી લો. રેવીયોલી માં ભરવાનું સ્ટફિંગ તૈયાર છે.

  6. 6

    કોર્ન ફ્લોર સ્લરી નાખ્યા બાદ રેડ સોસ ઉકળવા લાગે અને થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો. 1 પહોળા વાસણ માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરી એકદમ ઉકળવા દો. લોટ માંથી મોટો લૂવો લઈ અટામણ ની મદદ થી બને એટલો પાતળો વણી લો. હવે 1 નાની વાટકી થી એક સરખા ગોળ કાપી લો.

  7. 7

    1 ગોળ ઉપર 1 ટેબલ ચમચી સ્ટફિંગ મૂકી આજુ બાજુ પાણી લગાવી બીજું ગોળ ઉપર મૂકી પ્રેસ કરી બધી બાજુ થી સરખું બંધ કરી લો. આવી રીતે બધી રેવીયોલી તૈયાર કરી લો. એકદમ ઉકળતા પાણી માં રેવીયોલી બોઇલ કરી લો. એક સાથે બહુ ના નાખવી 3 થી 4 નાખવી વાસણ ની સાઇઝ પ્રમાણે. બેઉ બાજુ 40 થી 50 સેકંડ રાખી કાઢી લો. આ ફ્રેશ પાસ્તા છે એટલે કૂક થતાં વાર નઈ લાગે.

  8. 8

    આ રીતે બધી રેવીયોલી તૈયાર કરી લો. રેવીયોલી ને બનાવેલા રેડ સોસ માં ટોસ્ટ કરી લો. 1 પ્લેટ લઈ તેમાં નીચે રેડ સોસ પાથરી ઉપર રેવીયોલી મૂકી ઉપર પાર્મીઝન ચીઝ નાખી કલરફુલ કેપ્સિકમ થી ગાર્નિશ કરી સર્વ કરો. પાર્મીઝન ચીઝ થી એક અલગ જ ટેસ્ટ અને flavour આવશે. તમને ગમતી કોઈ પણ સાઇડ ડિશ અને ડ્રિન્ક સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ (15)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
સારી મહેનત કરી છે. સરસ. 👏👏👏

Similar Recipes