ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#ઉપવાસ
ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે

ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)

#ઉપવાસ
ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીસામો(કોઈપણ એક વાટકી ના માપ પ્રમાણે)
  2. 1 વાટકીસાબુદાણા
  3. ૧ ચમચીતલ
  4. 1/2ચમચી સાજીના ફૂલ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. તેલ જરૂર મુજબ
  7. ૧ નંગઆદુનો ટુકડો
  8. ૨ નંગલીલા મરચા
  9. 1/2ચમચી જીરૂ
  10. થી ૧૦ ના મીઠા લીમડાના પાન
  11. 1/2ચમચી મરી પાઉડર
  12. દહીં જરૂર મુજબ
  13. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની બધી સામગ્રી તૈયાર રાખો

  2. 2

    હવે સામો અને સાબુદાણાને અલગ અલગ વાસણમાં ધોઈને ચારથી પાંચ કલાક પલાળો

  3. 3

    ત્યારબાદ તેમાંથી પાણી નિતારી જરૂર મુજબ દહીં નાખીને બંનેને અલગ-અલગ પીસી લો

  4. 4

    આ રીતે તૈયાર થયેલા બેટર ને આઠથી દસ કલાક માટે આથો આવે એ રીતે મૂકી દો પછી તેમાં આદુ મરચાં મીઠું તેલ સાજીના ફૂલ નાખીને હલાવી લો

  5. 5

    હવે તેલથી ગ્રીસ કરેલી થાળી માં બેટર નાખી દો તેના ઉપર મરી પાઉડર અને કોથમીર છાંટીને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરો

  6. 6

    ત્યારબાદ તેના કાપા પાડી લો અને એક કડાઈમાં ચારથી પાંચ ચમચી તેલ મૂકી તેમાં જીરું તલ મીઠા લીમડાના પાન નાખીને વઘાર તૈયાર કરો

  7. 7

    આ તૈયાર થયેલા વઘારને ઢોકળાની થાળીમાં બધી સાઈડ ફેલાવી દો પછી તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે ફરાળી ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

Similar Recipes