ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)

Avnee Sanchania
Avnee Sanchania @cook_19988931

#ઉપવાસ
ફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.

ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.
ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.

એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.

મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.

તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 150 ગ્રામમોરૈયા
  2. 50 ગ્રામસાબુદાણા
  3. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. 1વાટકો દહીં
  5. સ્વાદ અનુસારનમક
  6. જરૂર મુજબ પાણી
  7. 1/2 ચમચીસોડા અથવા 1 ચમચી ઈનો
  8. વઘાર માટે 1 ચમચો તેલ
  9. 1/2જીરું
  10. કરી પતા
  11. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મોરૈયા અને સાબુદાણા ને મિક્સર માં પાઉડર જેવું ક્રશ કરી લો. પછી તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી અડધો કલાક ઢાંકી ને રાખી દો.

  2. 2

    હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ, સોડા, નમક નાખી જરુર મુજબ પાણી નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે સ્ટીમર માં પાણી ગરમ કરો. એક પ્લેટ માં ખીરું નાખી વરાળ થી બાફી લો.

  4. 4

    10 મિનિટ પછી બાર કાઢી લો.

  5. 5

    હવે ગ્રીન ચટણી સાથે પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avnee Sanchania
Avnee Sanchania @cook_19988931
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes