વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#સુપરશેફ4
#દાલ અને રાઈસ રેસીપી
આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂

વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)

#સુપરશેફ4
#દાલ અને રાઈસ રેસીપી
આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. 1 વાટકીચણા ની દાળ
  2. 1 ટેબલ સ્પૂનઅડદ ની દાળ
  3. 1 ટેબલ સ્પૂનચોખા
  4. 4 નંગલીલા મરચાં
  5. 1ટૂકડો આદુ
  6. 2 ટી સ્પૂનખાંડ
  7. 1 સ્પૂનનમક
  8. 1 ટી સ્પૂનહલદર અને હીંગ
  9. 1 ટી સ્પૂનસોડા બાય કાર્બ
  10. ચપટીલાલ મરચું પાઉડર
  11. ધાણા ભાજી
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1 ટી સ્પૂનતલ
  14. મીઠો લીમડો
  15. ચટણી માટે =
  16. 2ખમણ નો ભૂકો
  17. 2 ટી સ્પૂનખાંડ
  18. 1 ટી સ્પૂનનમક
  19. 2 નંગલીલા મરચાં સુધારેલા
  20. 3 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  21. 1 વાટકીછાસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બંને દાળ અને ચોખા ને ધોઇ ને રાત્રે પલાળી દો,સવારે મિક્ષર માં દહીં સાથે પીસી લો. 7 કલાક આથો આપવા મૂકી દો

  2. 2

    હવે આ ખીરા માં આદુ મરચાં ની પેસ્ટ,હલદર,નમક,ખાંડ અને ખાવા નો સોડા નાંખી ખૂબ ફીણી લો અને ખીરા ને બાફવા મૂકો,ઉપરથી લાલ મરચું પાઉડર છાંટી લો.20 મિનિટ બફાતાં થશે,પછી ખમણ ને ઠરવા દો.

  3. 3

    હવે મિકશર માં બે ખમણ,ખાંડ,નમક,ધાણા જીરું,લીલાં મરચાં,1 વાટકી છાશ બધું મિક્સ કરી ચટણી બનાવી લો.

  4. 4

    હવે ખમણ નાં કાપા કરી ડીશ માં ગોઠવો.વઘરિયા માં 1 ટેબલ ચમચી તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે રાઈ,હિંગ,તલ,લીમડો મૂકી વઘાર ખમણ ઉપર રેડો.

  5. 5

    હવે આ વાટી દાળ ના ખમણ ને ચટણી સાથે પીરસો.આ ખમણ ચા સાથે પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Ushaben Raja
Ushaben Raja @cook_25424788
તમારુ આ કામ ખૂબ સરસ છે પરંતુ મારી એક વિનંતી છે કે કોઈ ભરત ઞુથણ વેસ્ટ માંથી બેસ્ટ એ કંઈક નવું કરો તો બહેનો ઘરે રહીને પણ પૈસા કમાય શકે

Similar Recipes