વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ.

વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)

આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ખમણ નું ખીરું બનાવવા માટે
  2. ચણાની દાળ
  3. ૧/૪ કપચોખા
  4. ૧/૨ઝીણું સમારેલું આદુ
  5. ૧ નંગલીલુ મરચું
  6. ૧/૨ કપદહીં
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીતેલ
  9. ૧ ચમચીપાણી
  10. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ખમણ ના વઘાર માટે
  13. ૨ ચમચીતેલ
  14. ૧ ચમચીરાઈ
  15. ૩ નંગઉભા સમારેલા લીલા મરચા
  16. ૬-૭ કડી પત્તા
  17. ૧ ચમચીસફેદ તલ
  18. ગાર્નીશિંગ માટે ઝીણા સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વાટી દાળના ખમણ બનાવવા માટે સૌપ્રથમ ચણાની દાળ અને ચોખાને ૩ વખત પાણીથી ધોઈ લો. હવે દાળ અને ચોખાને મિક્સ કરીને ને ૪-૫ કલાક પલળવા દો.

  2. 2

    હવે એક મિક્સરમાં દાળ-ચોખા ઉમેરો હવે લીલા મરચા, આદુ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ગ્રાઈન્ડ કરો. બહુ ઝીણું નથી પીસવા નું દર્દરું પીસવા નું છે. આ રીતે ખીરું તૈયાર કરવાનું છે હવે ૧/૨ કપ દહીં ઉમેરીને ચમચાની મદદ વડે બરાબર મિક્સ કરી લો. હવે ૭-૮ કલાક ઢાંકીને રહેવા દો. ખમણ ના ખીરા મા આથો આવી જશે. આ જુઓ ખીરુ કેટલુ ઉપર સુધી આવી ગયું છે મતલબ કે ખીરામાં આથો આવી ગયો છે. હવે ખમણના ખીરામાં ૧ ચમચી તેલ, બેકિંગ સોડા ૧ ચમચી પાણી ઉમેરીને clockwise ૨ મિનિટ સુધી એક જ સાઈડ હલાવો.

  3. 3

    ખમણ બનાવવા માટે ખીરું તૈયાર છે. હવે એક મોલ્ડ મા તેલ લગાવીને ખીરું ઉમેરો. હવે મોલ્ડ ને ટેપ કરીને કુકરમાં મૂકીને ઢાકણ બંધ કરીને ૨૦ મિનિટ માટે સ્ટિમ થવા દો. કુકરમા city નથી મુકવાની. ૨૦ મિનિટ થઈ જાય એટલે છરીથી ચેક કરો કે ખમણ બફાઈ ગયા છે કે નહી છરી ક્લીન હોયતો સમજજો કે આપણા ખમણ સ્ટીમ થઈ ગયા છે.

  4. 4

    હવે ખમણને થોડીવાર ઠંડા થવા દો ત્યારબાદ છરીથી કટ કરો. હવે ખમણ ના વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે રાઈ ઉમેરો રાઈ તતડી જાય એટલે લીલા મરચાં, કડી પત્તા અને તલ ઉમેરીને આ વઘાર ખમણમાં સ્પ્રેડ કરો. ઝીણા સમારેલા લીલા ધાણા થી ગાર્નીશ કરો.

  5. 5

    આપણા વાટી દાળના ખમણ બનીને તૈયાર છે. આ જુઓ કેટલા spongy બન્યા છે. આ એક હેલ્ધી રેસિપી છે અને આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં આને ચટણી અને લીલા મરચાં થી સર્વ કર્યા છે. આ ખમણ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો તમે મારી વાટી દાળના ખમણ ની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને ખાવાનો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes