દાળ કચોરી(dal kachori recipe in gujarati)

Neha
Neha @Gopipithadia
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપતુવેર દાળ
  2. પાણી
  3. મીઠું
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. ૧ ચમચીખાંડ
  8. તજ,લવિંગ,લીમડો,મેથીના કુરિયા, બાદીયા
  9. સુકા મરચા
  10. ૨ ચમચીતેલ
  11. ટુકડોઆદુ નો
  12. લીલુ મરચું
  13. ટમેટું
  14. (કચોરી માટે)
  15. બાઉલ ઘઉંનો લોટ
  16. ૨ ચમચીચણા નો લોટ
  17. ૧/૨ ચમચીહળદર
  18. મીઠું, અજમા
  19. ૩ નંગબટેટા
  20. મરચું પાઉડર, મીઠું
  21. ૧ ચમચીલીંબુનો રસ
  22. ૧ ચમચીખાંડ
  23. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  24. ૧/૨ ચમચીગરમ મસાલો
  25. કોથમીર, દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં દાળ ને ગરમ પાણીમાં ઘોઇ ને કુકર માં ૩ થી ૪ સીટી કરી બાફી લો. હવે એક તપેલીમાં લઇ ક્શ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ખાંડ લીંબુનો રસ ટામેટાં મરચા આદુ નાખી ને ઘીમા તાપે ઉકાળવા દો.

  2. 2

    હવે કચોરી માટે ઘઉં નો અને ચણા નો લોટ લઈ તેમાં મીઠું અજમો નાખી મૂડીયમ લોટ બાંધવો. હવે બટેટા ને બાફી લો અને તેને ઠંડા પડવા દો. ત્યારબાદ તેને મેશ કરી તેમાં મીઠું મરચું હળદર ખાંડ લીંબુનો રસ ગરમ મસાલો આદુ મરચા ની પેસ્ટ કોથમીર દાડમના દાણા નાખી ને સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    હવે લોટ માંથી લુવા કરી તેમાંથી નાની પૂરી વણો તેમાં તૈયાર કરેલા સ્ટફિંગ માંથી ગોળી વાળી પૂરી પર મુકી ને કચોરી નો સેપ આપો. આ રીતે બઘા કચોરી તૈયાર કરી લો. હવે તેને ગેસ ફાસ્ટ કરી ઉકળતી દાળમાં નાખી દો. હવે એક વઘારીયા માં તેલ મુકી તેમાં રાઈ હિંગ જીરું મેથીના કુરિયા લીમડો તજ લવિંગ બાદીયા નાખીને વઘાર કરી લો અને તેને દાળ માં એડ કરી લો. તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. આ દાળ કચોરી એમ જ ખાઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha
Neha @Gopipithadia
પર
Junagadh

Similar Recipes