મગ દાળની કુલ્ફી (mung dal kulfi recipe in gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114

# supersef4
# દાળ - રાઈસ

મગ દાળની કુલ્ફી (mung dal kulfi recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

# supersef4
# દાળ - રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  1. ૪ ચમચીપીળી મગની દાળનો પાઉડર
  2. ૨૫૦ મીલી દૂધ
  3. ૪૦ ગ્રામ મોળો માવો
  4. ૫ ચમચીખાંડ
  5. ચપટીઇલાયચી પાઉડર
  6. ૮-૧૦ કેસરના તાંતણા
  7. ૧ નાની ચમચીકાપેલા કાજુ, બદામ, પિસ્તા (optional)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ૧ વાટકી દાળને ૨ થી ૩ કલાક માટે પલાળી, તેને એક કોરા કપડા પર પાથરીને ૫ થી ૬ કલાક માટે સૂકવવા મૂકી દેવી. ત્યારબાદ દાળને એક વાસણમાં લઈ સેકી લેવી અને ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ ક્રશ કરી ભૂકો કરી લેવો.

  2. 2

    હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા માટે મુકવુ. દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ, મોળો માવો અને દાળનો પાઉડર નાખી બરાબર ઉકાળવું.

  3. 3

    દૂધ જાડું થાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દેવું અને ગુલ્ફીના મોલ્ડમાં ભરી ઉપર પ્લાસ્ટિક ઢાંકી તેમાં ગુલ્ફીની સ્ટિક ભરાવી ફ્રીઝરમાં ૭ થી ૧૦ કલાક માટે સેટ કરવા મૂકી દો.

  4. 4

    ૭ કલાક પછી ગુલ્ફીને મોલ્ડમાંથી કાઢી ડિશમાં સર્વ કરો. ઉપરથી કાપેલા કાજુ બદામ પિસ્તા અને કેસર ના તાંતણાથી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

Similar Recipes