રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલી પંચમેલ દાળ
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 1 નંગઝીણું સમારેલું ટમેટું
  4. 2-3 નંગઝીણા સમારેલા લીલાં મરચાં
  5. 2 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  6. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1/2 ટીસ્પૂનહળદર
  8. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  9. 1 ટેબલ સ્પૂનસાંભાર મસાલો
  10. 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  11. 3 ટેબલ સ્પૂનતેલ
  12. 1/2 ટીસ્પૂનજીરુ
  13. 1/2 ટીસ્પૂનહિંગ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. 11/2 કપઘઉંનો લોટ
  17. 2 ટેબલ સ્પૂનસુજી
  18. 2 ટેબલ સ્પૂનમેંદો
  19. 3 ટેબલ સ્પૂનતેલ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. પાણી જરૂર મુજબ
  22. સ્ટફિંગ માટે
  23. 1બાઉલ બાફીને મેશ કરેલા બટાકા
  24. 2 ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  25. 1/4 કપછીણેલું પનીર
  26. 1 ટીસ્પૂનકાળા મરી નો પાઉડર
  27. મીઠું સ્વાદાનુસાર
  28. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધાં લોટ મિક્સ કરી તેમાં મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી સહેજ કડક લોટ બાંધી લો.

  2. 2

    એક બાઉલમાં મેશ કરેલા બટાકા, આદુ મરચાં ની પેસ્ટ,મરી પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. એમાં થી લીંબુ ની સાઈઝ ના ગોળા વાળી લો.

  3. 3

    બાંધેલા લોટમાંથી સહેજ મોટી પૂરી વણી તેમાં સ્ટફિંગ માંથી બનાવેલો ગોળો મુકી કચોરી બનાવી લો પછી તેને હાથ થી દબાવી સહેજ ફ્લેટ કરી લો. આ રીતે બધી જ કચોરી બનાવી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી કચોરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    બાફેલી દાળ ને બલેન્ડ કરી લો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં ડુંગળી નાખી 2-3 મિનિટ સુધી ચડવા દો પછી તેમાં ટામેટા અને મરચાં ઉમેરીને 3-4 મિનિટ સુધી ચડવા દો પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી અને લીંબુ નો રસ ઉમેરી ઉમેરી 5-6 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.

  6. 6

    આ રીતે તૈયાર કરેલી દાળ કચોરી ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes