દહીંવડા

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

અહીં આપણે અડદની દાળ મગની દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે મોટાભાગે લોકો ત્રણે દાળનો ઉપયોગ કરતા નથી

દહીંવડા

અહીં આપણે અડદની દાળ મગની દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે મોટાભાગે લોકો ત્રણે દાળનો ઉપયોગ કરતા નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીઅડદની દાળ
  2. 1/2વાટકી મગની દાળ
  3. 1/2વાટકી ચણાની દાળ
  4. આદુ મરચાની પેસ્ટ
  5. ખાંડ
  6. નમક
  7. ગાર્નીશિંગ માટે
  8. ૨-૩લીલા મરચા ઝીણા સમારેલા
  9. કોથમીર ઝીણી સમારેલી
  10. દાડમ ના દાણા
  11. ચાટ મસાલો ગરમ મસાલો મરચા પાઉડર સંચળ મરી પાઉડર
  12. દહીં લીલી ચટણી તેમજ ગોળ આંબલી અને ખજુરની મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી અડદની દાળ 1/2વાટકી મગની દાળ 1/2વાટકી ચણાની દાળ બે કલાક અગાઉ પલાળી દેવી બે કલાક થઇ ગયા બાદ તે બધી જ દાળને તેમજ આદુ મરચાની પેસ્ટ બે ચમચી દહીં નાખી મિક્સરમાં પીસી લેવી ત્યારબાદ તે દાળ ના મિક્સરને પાંચ મિનિટ સતત હલાવતા રહેવું

  2. 2

    ત્યારબાદ તે પીસેલી દાળ ના મિક્સર ના નાના વડા તળી લેવા

  3. 3

    તળાઈ ગયેલ વડાને ૫ થી ૭ મિનિટ પાણીમાં પલાળી દેવા

  4. 4

    વડા પલડી ગયા બાદ તેને હાથ અથવા ચમચાની મદદથી થોડા દબાવી અને પાણી માંથી બહાર કાઢી લેવા

  5. 5

    હવે આપણે તે વડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને ગાર્નીશિંગ કરીશું ગાર્નીશિંગ માટે સૌપ્રથમ એક બાઉલ મલાઈવાળું દહીં લઈશું તેમાં ૩ થી ૪ ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક નાખીશું અને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ લીલી ચટણી અને ખજુર-આંબલી અને ગોળની ચટણી લઈશું

  6. 6

    સૌ પ્રથમ વડા ઉપર મીઠું કરેલું દહીં નાખી શું ત્યારબાદ ખજૂર આંબલી અને ગોળ ની ચટણી નાખીશું ત્યારબાદ લીલી ચટણી નાખીશું

  7. 7

    ત્યાર પછી તેમાં થોડો ચાટ મસાલો થોડો ગરમ મસાલો થોડો મરચાં પાઉડર અને થોડો મરી પાઉડર અને સંચળ પાઉડર છાંટી શું ત્યારબાદ બારી કાપેલા ઝીણા મરચાં તેમજ બારીક કાપેલી કોથમીર અને થોડા દાડમના દાણા નાખી શું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણા ટેસ્ટી દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર

ટિપ્પણીઓ

Similar Recipes