ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.

#ગુલાબજાંબુ
#flavour2

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.

#ગુલાબજાંબુ
#flavour2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. માવા માટે
  2. મિલ્ક પાઉડર
  3. ૧ કપ દૂધ
  4. ૪ ચમચી ઘી
  5. ૪ ચમચી મેંદો
  6. ૧ ચમચી બેકિંગ પાઉડર
  7. ચાસણી માટે
  8. ૨ કપ ખાંડ
  9. ૧ કપ પાણી
  10. ૪ નંગ ઈલાયચી
  11. ૧/૨ નંગ લીંબુ નો રસ
  12. ૧ ચમચી ગુલાબજળ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુલાબ જાંબુ બનાવવા માટે સૌપ્રથમ આપણે બધી સામગ્રી તૈયાર કરીશું. ગુલાબ જાંબુ નો માવો તૈયાર કરવા માટે આપણે મિલ્ક પાઉડર દૂધ,ઘી,બેકિંગ પાઉડર લઈશું. અને ચાસણી બનાવવા માટે ખાંડ,પાણી,ઈલાયચી,ગુલાબજળ અને લીંબુનો રસ લઈશું.

  2. 2

    ગુલાબ જાંબુ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન લઈશું અને એમાં દૂધ અને ઘી સારી રીતે મિક્સ કરીશું. દૂધ અને ઘી મિક્સ થઈ જાય એટલે આપણે મિલ્ક પાઉડર ઉમેરીશું. મિલ્ક પાઉડર થોડો થોડો ઉમેરીશું અને બધું બરાબર થી મિક્સ કરીશું. હવે ગેસ ચાલુ કરીને આ મિક્સર જાડુ થાય ત્યાં સુધી હલાવતા રહીશું આ આપણે નોનસ્ટીક પેનમાં બનાવવાનું છે કારણકે મિલ્ક પાઉડર નીચે ચોંટી ના જાય આ મિક્સર ને આપણે સતત હલાવતા રહેવાનું છે. મિક્સર આ રીતે જાડું થાય એટલે ગેસ બંધ કરી દઈશું.

  3. 3

    હવે આ મિક્સરને થોડું ઠંડુ થવા દઈશું વધારે ઠંડુ નથી થવા દેવાનું થોડું હુંફાળું રાખવાનું છેત્યારબાદ આ મિક્સરમાં મેંદો,ઘી અને દૂધ ઉમેરીને સારી રીતે મસળીશું.અને ૫ મિનિટ સુધી આ મિક્સરને આપણે મસળીસુ જેટલું વધારે મસડીસુ એટલાજ સોફ્ટ ગુલાબજાંબુ થશે. આપણો માવો તૈયાર થઇ ગયો છે આ રીતે સોફ્ટ માવો બનાવવાનો છે.

  4. 4

    માવા ના આ રીતે આપણે લુઆ તૈયાર કરી દઈશું. હવે આપણે ચાસણી બનાવીશું ચાસણીમાં ૨ કપ ખાંડ અને ૧ કપ પાણી ઉમેરીશું અને એને આ રીતે હલાવતા રહીશું. ચાસણી ને આપણે સતત હલાવતા રહેવાનું છે અને એક તારની ચાસણી બનાવીશું અને હવે આપણે ઈલાયચી,લીંબુ નો રસ અને ૨ ટીપા ગુલાબજળ ઉમેરીશું. એનાથી ગુલાબજાંબુ નો ફ્લેવર સારો આવે છે. આ optional છે. લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી આપણી જાળી ના થાય અને ક્લીન બને અને ઈલાયચી થી ગુલાબજાંબુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાસણીને આપણે ૧૦થી ૧૫ મિનિટ સુધી થવા દઈશું.

  5. 5

    હવે આપણે એક કડાઈ મા તેલ ઉમેરીશું. તેલ વધારે ગરમ નથી કરવાનું તેને થોડું ગરમ થાય એટલે એક પછી એક ગુલાબ જાંબુ ઉમેરીશું અને ગુલાબ જાંબુ ને ધીમે ધીમે ફરાવીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે તળીશું. આપણા ગુલાબ જાંબુ કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન તડાઈ ને તૈયાર થઈ ગયા છે.

  6. 6

    હવે ગુલાબ જાંબુ ને ગરમ ચાસણીમાં આ રીતે તરત જ મુકીશું. આ રીતે બધા ગુલાબ જાંબુ ચાસણી માં મૂકી દઈશું. હવે ગુલાબ જાંબુ ને ૨ કલાક સુધી ચાસણી મા રહેવા દઇશું. ચાસણીમાં ગુલાબજાંબુ ૨-૩ કલાક રહેવાથી એકદમ સોફ્ટ બનશે. ૨ કલાક થઈ ગયા છે આ જુઓ આપણા ગુલાબ જાંબુ કેટલા ઉપર સુધી આવી ગયા છે.

  7. 7

    આ જુવો આપણા ગુલાબ જાંબુ કેટલા સોફ્ટ બન્યા છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને આ બધા ની મનગમતી વાનગી છે. તો તમે પણ મારી ગુલાબ જાંબુ ની આ રેસીપી રક્ષાબંધનમાં જરૂર બનાવો અને ગુલાબ જાંબુ ખાવા નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes