મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
4 નંગ
  1. 4 કપઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ટી.સ્પૂનહળદર
  4. 1 ટી.સ્પૂનધાણાજીરું
  5. 1/2 ટી.સ્પૂનમરચું
  6. 2 ટી.સ્પૂનતલ
  7. 1/2 ટી.સ્પૂનઅધકચરું પીસેલું જીરું
  8. તેલ 1.5 ટે.ચમચી
  9. પાણી જરૂર મુજબ
  10. ઘી ઉપરથી લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    એક લોયા માં ઘઉં નો લોટ, મીઠું, મરચું, હળદર, અધકચરું પીસેલું જીરું, ધાણાજીરું, તલ અને તેલ નું મોણ એડ કરવું. હવે મિક્સ કરી ને પાણી વડે કઠણ લોટ બાંધવું.

  2. 2
  3. 3

    હવે તૈયાર લોટમાંથી એકસરખા લુઆ કરી લેવા. લુઆ પરોઠા કરતાં વધુ મોટા કરવા.

  4. 4

    હવે પાટલી પર લુઓ લઇ જાડી ભાખરી વણી લેવી. ભાખરી ની સાઇઝ ઇચ્છા મુજબ નાની કે મોટી રાખી શકાય. મે રોટલી ની સાઇઝ ની બનાવી છે.

  5. 5

    વેલણ ના છેડા વડે ફોટો માં બતાવ્યાં મુજબ છાપ પાડવી. ઇચ્છા મુજબ અન્ય છાપ પણ પાડી શકાય છે.

  6. 6

    માટી ની તાવડી પર બન્ને બાજુ શેકી લેવી. ઉપરથી ઘી લગાવી સર્વ કરવું.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes