મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું
ત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથી
અને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છે
બિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છે
આવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છે
હું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતી
પરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથી
આજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૫ વ્યક્તિ
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. લોટ બાંધવા માટે પાણી
  3. મોવા માટે મુઠ્ઠી પડતું તેલ
  4. ભાખરી ઉપર લગાવવા માટે ઘી
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહળદર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    લોટ ની અંદર મુઠ્ઠી પડતું મોણ અને બધા મસાલા નાખી ભાખરી જેવો લોટ બાંધવો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં

  2. 2

    લોટમાંથી એકસરખા લુઆ કરી અને જાડી ભાખરી વણી લેવી તેને એક કટરની મદદથી કાપી લેવી જેથી એક સરખો દેખાવ લાગે

  3. 3

    આ રીતે બધી વણીને તૈયાર કરી લેવી અને લોઢી માં કટકા ની મદદ થી દબાવી ને શેકી લેવી ગુલાબી કલર આવે ત્યાં સુધી શેકવી

  4. 4

    ભાખરી તૈયાર થાય પછી બંને બાજુ ચોખ્ખું ઘી લગાડી લો તૈયાર છે આપણી મસાલા ભાખરી બિસ્કીટ જેવી જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes