મીઠા પુડલા(meetha pudala recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#trend
નવરાત્રિની આઠમના અમારા કુળદેવી ના નવખંડ ભરવા માં આવે છે તેમા નૈવેદ્ય માં પૂડલા પણ ધરાવવા માં આવે છે. કોઇ જ મિષ્ટાન ન હોવા છતાં ઉપરથી ઘી અને પીસેલી ખાંડ એડ કરવા થી ગરમા ગરમ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. ગોળ 1.5-2 ટે.ચમચી
  2. પાણી જરૂર મુજબ
  3. 4 કપઘઉં નો લોટ
  4. તેલ સાંતળવા માટે
  5. 1/2 કપપીસેલી ખાંડ
  6. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1
  2. 2

    એક બાઉલ માં ગોળ લેવું. તેમાં પાણી એડ કરી ગોળ પિગાળવું.

  3. 3

    હવે આ ગોળ વાળા પાણી માં ઘઉં નો લોટ એડ કરવું. ઘઠ્ઠા ન રહે એ રીતે હલાવવું. ઘઠ્ઠા રહી ગયા હોય તો બ્લેન્ડર થી મિક્સ કરી લેવું. હવે આ બૅટર ને 4-5 કલાક રેસ્ટ આપવુ. (ગોળ વધુ એડ ન કરવું. ગોળ વધારે હશે તો પુડલા તવી પર ચોંટી જશે.)

  4. 4

    પુડલા બનાવવા માટે તવી ગરમ કરવી. 1-1.5 કડછી જેટલું બેટર તવી પર ઢોસા ની જેમ પાથરવું.

  5. 5

    તેલ લગાવી પહેલો પડ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યા સુધી શેકવું.બીજી બાજુ પણ શેકી લેવું.

  6. 6

    પુડલા શેકાઈ જાય એટલે પુડલા ને એક પ્લેટ માં લઈ આખા પુડલા ઉપર ઘી લગાવી પીસેલી ખાંડ નાખવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes