લાઇવ કેળાની વેફર(kela ni waffers recipe in gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

બુધવારે જન્માષ્ટમીનો પવિત્ર ઉત્સવ આવે છે. એ દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરે.અને ફરાળ જમે.એટલે મેં આજે નાના મોટા સૌને ભાવે એવી કેળાની વેફર બનાવી.હું કેળાની વેફર જે રીતે બનાવું છું એ રીતે તમે બધાપણ એકવાર બનાવી જોજો સરસ બનસે.

લાઇવ કેળાની વેફર(kela ni waffers recipe in gujarati)

બુધવારે જન્માષ્ટમીનો પવિત્ર ઉત્સવ આવે છે. એ દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરે.અને ફરાળ જમે.એટલે મેં આજે નાના મોટા સૌને ભાવે એવી કેળાની વેફર બનાવી.હું કેળાની વેફર જે રીતે બનાવું છું એ રીતે તમે બધાપણ એકવાર બનાવી જોજો સરસ બનસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક થી દોઢ કલાક
6 વ્યક્તિ
  1. 3 ડઝનકેળા
  2. 1 ચમચીચાટ મસાલો
  3. 1/4 ચમચીસંચળ પાઉડર
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 કપપાણી
  7. 1/2ચમચીફુ્ટ મસાલો
  8. 2ચમચા તેલ મસાલો કરવા માટે
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

એક થી દોઢ કલાક
  1. 1

    સૌથી પહેલા છોલવાના ચપ્પાથી કેળાની છાલ કાઢી લો.ગેસ પર કડાઈ મુકી વેફર તળવા તેલ મુકી તેને ગરમ કરો.તેલગરમ થઇ જાય એટલે તેલમાંજ કેળાની વેફર પાડો.

  2. 2

    એક વાડકીમાં મીઠું લઇ તેમાં પાણી ઉમેરી લો.હવે કડાઇ માં તળવા મુકેલી વેફરમાં તૈયાર કરેલું મીઠાનું પાણી બે ચમચી નાખો.આ રીતે દર વખતે વેફર તળો ત્યારે કરવાનું છે.અને વેફર ગેસની આંચ ફાસ રાખીને જ તળવાની છે.આ રીતે બધી વેફર તૈયાર કરી લો.

  3. 3

    હવે એક વાડકીમાં ચાટ અને ફુ્ટ મસાલો,સંચળ અને મરચું પાઉડર મિક્ષ કરી લો.

  4. 4

    આ સ્ટેપ ખુબજ ધ્યાન રાખી ને કરવાનો છે.હવે એક વધારિયામાં તેલ ગરમ કરવા મુકો.તેલ વધારે ગરમ નથી થવા દેવાનું.તેલ નોમૅલ ગરમ થાય એટલે વાડકીમાં બનાવેલો મસાલો તેલમાં ઉમેરી લો.મસાલો બળી ના જાય તેનુ ખાસ ધ્યાન રાખવું.અને તરત આ મિક્ષણ ને વેફર ઉપર ચમચી થી બધી વેફરમાં આવે એરીતે રડી દો.વેફરને ફટાફટ હાથથી હલાવી દો.તૈયાર છે કેળાની વેફર મારી રીત થી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes