લિસા લાડુ(ladu recipe in gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
આઠ-દસ વ્યક્તિ
  1. 1બાઉલ ચણાનો લોટ
  2. 1વાટકો ખાંડ
  3. 1/2વાટકી ઘી
  4. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  5. 1/2ચમચી કેસરી કલર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    હેલો ફ્રેન્ડ સાતમ-આઠમ આવે અને ઘરમાં સ્વીટ ન બને એવું તે કેમ ચાલે... તો સૌ પ્રથમ ચણાના લોટને એક વાસણમાં ચાળી લેવો ત્યારબાદ તેમાં મોણ માટે અડધો કપ તેલ ઉમેરવું ત્યારબાદ નવશેકા ગરમ પાણીથી લાડુ નો લોટ બાંધવો ત્યારબાદ આ બાંધેલા લોટમાંથી એકદમ પતલા મુઠીયા બનાવવા

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેલ ગરમ થયા બાદ તૈયાર કરેલા મુઠીયા તળવા માટે મૂકવા મુઠીયા ને સામાન્ય કરવાના છે એટલે કે બહુ બ્રાઉન કલરના નથી થવા દેવાના આ રીતે બધા જ મુઠીયા તળી લેવા ત્યારબાદ ઠંડા થયા પછી હાથથી આ મુઠીયા ભાંગી લેવા અધકચરો ભૂક્કો કરી લેવો

  3. 3

    ત્યારબાદ મિક્સર જારમાં આ ભુક્કો લઇ ક્રસ કરી એકદમ બારીક ભૂકો તૈયાર કરી લેવોત્યારબાદ એક તપેલીમાં ખાંડ લઇને ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર ચાસણી તૈયાર કરવા મૂકવી આ ચાસણી બેતારી થાય એટલે કે કડક લેવાની છે ચાસણી આવી ગયા બાદ તેમાં કેસરી કલર ઉમેરી દેવો

  4. 4

    આ ચાસણીને લાડુના ભૂકામાં ભેળવી દેવી ત્યારબાદ સારી રીતે હલાવી લેવું અને આ મિશ્રણને એકદમ કડક અને ઠંડું થવા દેવું આ મિશ્રણને થોડું પાણી છાંટો અને ઘીવાળો હાથ કરી આ ભુક્કાને એકદમ મસળી લેવું

  5. 5

    ત્યારબાદ એક લુઓ લઈ હથેળી વડે ગોળ આકાર આપી લાડુ તૈયાર કરવા

  6. 6

    લાડુ જોતાં જ મોમાં પાણી આવી જાય ખરું ને..... તો તૈયાર છે આપણા લિસા લાડુ જે સાતમ ઉપર ગાંઠીયા સાથે ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes