સાતમ નો થાળ(Satam no thal recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#સાતમ
સાતમ હોય એટલે બધાના ઘરમાં બધી જ વસ્તુ બનતી હોય..બધાને હેપી સાતમ.

સાતમ નો થાળ(Satam no thal recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#સાતમ
સાતમ હોય એટલે બધાના ઘરમાં બધી જ વસ્તુ બનતી હોય..બધાને હેપી સાતમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. (૧)થેપલા બનાવવા માટે:
  2. 2 વાટકીઘઉંનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. કસૂરી મેથી 1/2ચમચી અજમા
  9. મોણ માટે બે ચમચી તેલ
  10. (૨) પૌવા નો ચેવડો:
  11. 2વાટકા પૌવા
  12. 1 વાટકીચણાની દાળ
  13. 1/2વાટકી સીંગદાણા
  14. 1 ચમચીમરચું
  15. 1/2ચમચી હળદર
  16. 1 ચમચીદળેલી ખાંડ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. (૩) ગાંઠીયા બનાવવા માટે:
  19. 2 વાટકીચણાનો લોટ
  20. 1 ચમચીમરચું પાઉડર
  21. 1/2ચમચી હળદર
  22. 1 ચમચીઅજમો
  23. મીઠું સ્વાદાનુસાર
  24. મોણ માટે બે ચમચા તેલ
  25. (૪) સેવ બનાવવા માટે:
  26. 1 વાટકીચણાનો લોટ
  27. ચમચા ળુુુુુુુુ મોણ માટે તેલ
  28. મીઠું સ્વાદાનુસાર
  29. (૫) ગોળ પાપડી બનાવવા માટે:
  30. 2વાટકા ઘઉંનો જાડો લોટ
  31. 1વાટકો ગોળ
  32. 1વાટકો કે ઘી
  33. કાજુ બદામ ની કતરણ ખસખસ
  34. (૬) ચકરી બનાવવા માટે:
  35. 2 વાટકીઘઉંનો લોટ
  36. 1 ચમચીમરચું
  37. 1/2ચમચી હળદર
  38. 1 ચમચીધાણાજીરૂ
  39. ૧ ચમચીતલ
  40. મોણ માટે બે ચમચા તેલ
  41. (૭) શ્રીખંડ બનાવવા માટે:
  42. અડધો કિલો દહીં
  43. 1 વાટકીખાંડ
  44. કાજુ બદામ પિસ્તાની કતરણ
  45. 1 ચમચીઇલાયચી પાઉડર
  46. 7-8કેસરના તાંતણા
  47. (૮) પૂરી બનાવવા માટે:
  48. વાટકા મેંદો
  49. 1/2વાટકી રવો
  50. મીઠું સ્વાદ અનુસાર
  51. 1/2ચમચી જીરૂ પાઉડર 1/2ચમચી મરી પાઉડર
  52. મોણ માટે બે ચમચા તેલ
  53. (૯) પાત્રા બનાવવા માટે:
  54. 12 નંગપાત્રના પાન
  55. 1 વાટકીચણાનો લોટ
  56. 1 ચમચીમરચું પાઉડર
  57. 1 ચમચીધાણાજીરૂ
  58. 1/2ચમચી હળદર
  59. 2 ચમચીગોળ
  60. 1/2ચમચી amreli
  61. મીઠું સ્વાદાનુસાર
  62. વઘાર માટે ૧ ચમચો તેલ
  63. 1/2ચમચી રાઈ જીરુ
  64. ૧ ચમચીતલ
  65. ચપટીહિંગ
  66. ગાર્નિશ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    (૧) થેપલા બનાવવા માટે લોટ ને ચાળી વધો મસાલો કરી જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો. હવે અડધો કલાક રેસ્ટ આપો. હવે તે પ્લાન એ બંને સાઇડ તેલ વડે શેકી લો. ્

  2. 2

    (૨) પૌવા નો ચેવડો બનાવવા માટે ચણાની દાળ ને ૪ થી ૫ કલાક પલાળી દો. હવે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા દાળને કોટનના કપડા વડે કોરી કરી ને તળી લો. હવે તેમાં સિંગદાણા તળી લો.અને પૌવા પણ તળી લો. હવે તેમાં બધો મસાલો એડ કરી બરાબર મિક્સ કરી દો. તૈયાર છે પૌવા નો ચેવડો.

  3. 3

    (૩) ગાઠીયા બનાવવા માટે ચણાના લોટને ચાળી લો તેમાં બધો મસાલો એડ કરી દો. ગાંઠીયા પાડવાના સંચા ને તેલથી ગ્રીસ કરી લોટ ભરી લો. હવે તેલ ગરમ થાય એટલે સંચાલનની મદદથી ગરમ તેલ માં ગાંઠીયા પાળી લો બન્ને સાઇટ સારી રીતે તળી લો.

  4. 4

    સેવ બનાવવા માટે: ચણાના લોટની ચાડી તેમાં તેલનું મોણ મીઠું એડ કરી લોટ બાંધી લો. હવે સેવ પાડવાના સંચાની તેલથી ગ્રીસ કરી લોટ ભરી લો હવે ગરમ તેલમાં સેવ પાડવી બંને સાઇડ તળી લો.

  5. 5

    (૫) ગોળ પાપડી બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ થાય એટલે લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો. હવે ગેસ ઓફ કરી બે મિનિટ પછી તેમાં ગોળ એડ કરો. ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ગોળ પાપડી નો બેટર પાથરી દો તેના પર કાજુ બદામની કતરણ ખસખસ થી ગાર્નીશ કરો.

  6. 6

    (૬) ચકરી બનાવવા માટે ઘઉંના લોટને ચાળી લો. હવે એક તપેલીમાં થોડું પાણી મૂકી તેની પર ચારણી મૂકી લોટની રૂમાલમાં પોટલી વાળી ચારણી પર મૂકી ઢાંકી અને પાંચ મિનિટ બાફી લો.

  7. 7

    હવે લોટને પાછો જાણી લો અને તેમાં બધો મસાલો એડ કરી દો. જરૂર મુજબ પાણી થી લોટ બાંધી લો. ચકરી પાડવાના સંચામાં ચકરીની જાળી એડ કરો તેલથી સંચા ને કિસ કરી તેમાં લોટ ભરી લો.

  8. 8

    હવે બધી જ ચકરીને સંચાલનની મદદથી પાડી લો અને ગરમ તેલમાં બને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો.

  9. 9

    (૭) શ્રીખંડ બનાવવા માટે દહીને રૂમાલમાં પોટલી વાળી બે કલાક માટે નીતરવા મૂકી દો બધું પાણી નીતરી જાય પછી તેને એક તપેલીમાં કાઢી લો. હવે એક તપેલી ઉપર ચારણી મૂકી તેમાં બે ચમચી દહીં અને બે ચમચી ખાંડ એડ કરતા જાવ અને ચાળતા જાવ. તેવી રીતે ભજન અને ખાંડ ચાળી લો. હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામની કતરણ એડ કરી પેપર મિક્સ કરી ફ્રીઝમાં રાખી દો. ત્રણ કલાક પછી તેને સર્વ કરો.

  10. 10

    (૮)પૂરી બનાવવા માટે મેંદાનો લોટ અને રવો બરાબર મિક્સ કરી તેમાં મીઠું મારી પાવર જીરૂ પાઉડર એડ કરી જરૂર મુજબ પાણીથી કઠણ લોટ બાંધી લો.

  11. 11

    હવે લોટમાંથી ચાર એકસરખી રોટલી વણી લો. એક રોટલી પર તેલ લગાવો તેના પર કોરો અટામણનો લોટ લગાવો પછી રોટલી મૂકો એવી રીતે ચાર રોટલીમાં પ્રોસેસ કરી ગોળ રોલ વાળી લો. હવે તેના ચપ્પુથી કટ કરો દરેક લુવાને હાથેથી પ્રેસ કરી બે વખત વેલણ થી વણી લો અને ગરમ તેલમાં તળી લો.

  12. 12

    (૯) પાત્રા બનાવવા માટે પાત્રા ના પાન ની સારી રીતે થઈ કોટનના કપડાથી લૂંછી લો. હવે તેની બધી નસો ની મદદથી કાઢી લો.

  13. 13

    ચણાના લોટનું બેટર બનાવવા માટે: (ગોળ આંબલી ને અડધો કલાક પહેલા પલાળી રાખવાની) લોટમાં બધો મસાલો એડ કરી ગોળા આંબલી વાળું પાણી એડ કરે બેટર તૈયાર કરો.

  14. 14

    હવે એક પાનમાં પેટલાદ તેની પર વિરુદ્ધ દિશામાં બીજું પણ મુકો તેના પર પણ એવી રીતે બેટર લગાવી વિરુદ્ધ દિશામાં ત્રીજું એનાથી નાનો પાન મૂકો ફરી પાછી પ્રોસેસ કરી પાન મૂકો અને ટાઈટ રોલ વાળી દો. હવે તેને પંદરથી વીસ મિનિટ માટે બાફી લો.

  15. 15

    બફાઈ જાય પછી ઠંડા થાય એટલે પાત્રા ને કટ કરી લો. તેના ઉપર રેડવા માટે તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ અને તલનો વઘાર કરી પાતાપર રેડી દો. તૈયાર છે પાત્રા. તેને ધાણા વડે ગાર્નિશ કરો.

  16. 16

    તૈયાર છે સાતમ નો થાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes