સાતમ થાળી(satam thali recipe in gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#સાતમ
રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ રસોઈ કરી હોય તે ઠંડુ ખાવાનો રિવાજ છે. આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે જે દિવસે ઠંડુ ભોજન ખાય શકાય છે. આપણા શરીરમાં વાત, ઓફ અને પિત્ત એમ ત્રણ દોષ રહેલા હોય છે. ત્રણે દોષ ની સ્થિતિ વધતા ઓછા પ્રમાણમાં હોય તો રોગ ઉત્પન્ન થાય છે. સાતમના દિવસે આ સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી હોતી નથી માટે જ આ દિવસે ઠંડુ ખાવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.તો ચાલો આપણે પણ આ નિયમનું પાલન કરીએ અને 'પહેલું સુખ તે જાતે નર્યા.' કહેવત ને અનુસરીએ અનુસરીએ.

સાતમ થાળી(satam thali recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સાતમ
રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ રસોઈ કરી હોય તે ઠંડુ ખાવાનો રિવાજ છે. આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે જે દિવસે ઠંડુ ભોજન ખાય શકાય છે. આપણા શરીરમાં વાત, ઓફ અને પિત્ત એમ ત્રણ દોષ રહેલા હોય છે. ત્રણે દોષ ની સ્થિતિ વધતા ઓછા પ્રમાણમાં હોય તો રોગ ઉત્પન્ન થાય છે. સાતમના દિવસે આ સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી હોતી નથી માટે જ આ દિવસે ઠંડુ ખાવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.તો ચાલો આપણે પણ આ નિયમનું પાલન કરીએ અને 'પહેલું સુખ તે જાતે નર્યા.' કહેવત ને અનુસરીએ અનુસરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. (1) ગુજરાતી થેપલા બનાવવા માટે:
  2. 1બાઉલ ઘઉંનો લોટ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/4 ચમચીહિંગ
  7. સ્વાદ અનુસારનમક
  8. મોણ માટે- 2 ચમચી તેલ
  9. લોટ બાંધવા- પાણી જરૂરિયાત મુજબ
  10. શેકવા માટે- જરૂરિયાત મુજબ તેલ
  11. (2) સુકીભાજી બનાવવા માટે:
  12. 3-4 નંગબાફેલા બટાકા
  13. 1ચમચો તેલ
  14. 1 ચમચીજીરુ
  15. 1 ચમચીલીંબુનો રસ
  16. 5-7લીમડાના પાન
  17. 1સમારેલ લીલું મરચું
  18. સમારેલ કોથમીર
  19. 1 ચમચીલાલ મરચું પાઉડર
  20. 1/2 ચમચીગરમ મસાલો
  21. 1/2 ચમચીખાંડ
  22. 1/4 ચમચીહળદર
  23. સ્વાદ અનુસારનમક
  24. (3) ફાફડા બનાવવા માટે:
  25. 1બાઉલ બેસન
  26. 1/2 ચમચીઅજમા
  27. 1/2 ચમચીહિંગ
  28. સ્વાદ અનુસારનમક
  29. લોટ બાંધવા-પાણી
  30. તળવા માટે-તેલ
  31. (4) મેંદાની ફરસી પૂરી બનાવવા માટે:
  32. 250 ગ્રામમેંદો
  33. 2 ચમચીરવો(સુજી)
  34. 4 ચમચીતેલ અને ઘીનું મોણ
  35. 1 ચમચીજીરુ પાઉડર
  36. 1/2 ચમચીમરી પાઉડર
  37. ચપટીહિંગ
  38. સ્વાદ અનુસારનમક
  39. લોટ બાંધવા-પાણી
  40. તળવા માટે-તેલ
  41. (5) ઘઉં ની મીઠી પૂરી બનાવવા માટે:
  42. 1બાઉલ ઘઉંનો લોટ
  43. 2-3 ચમચીતેલ
  44. 3 ચમચીગોળ
  45. મોણ માટે-3-4 ચમચી તેલ
  46. લોટ બાંધવા-પાણી
  47. તળવા માટે-તેલ
  48. (6) તીખા ગાંઠિયા બનાવવા માટે:
  49. 1બાઉલ બેસન
  50. 1 ચમચીમરચું પાઉડર
  51. 1/2 ચમચીહળદર
  52. 1/2 ચમચીહિંગ
  53. 1/2 ચમચીબેકિંગ સોડા
  54. મોણ માટે-1 ચમચી તેલ
  55. સ્વાદ અનુસારનમક
  56. તળવા માટે-તેલ
  57. (7) ચટપટો ચેવડો બનાવવા માટે:
  58. 100 ગ્રામચોખાના પૌવા
  59. 100 ગ્રામમકાઇના પૌવા
  60. 50 ગ્રામસીંગદાણા
  61. 50 ગ્રામતળેલી ચણા દાળ
  62. 1 ચમચીમરચું પાઉડર
  63. 1 ચમચીપાઉડર ખાંડ
  64. 1/2 ચમચીહળદર
  65. 1/2 ચમચીગરમ મસાલો
  66. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  67. ચપટીહિંગ
  68. સ્વાદ અનુસારનમક
  69. તળવા માટે-તેલ
  70. (8) મોહનથાળ બનાવવા માટે:
  71. 250 ગ્રામચણાનો લોટ (રેગ્યુલર/કરકરો)
  72. 150 ગ્રામખાંડ
  73. ધાબો દેવા-2 ચમચી ઘી
  74. ધાબો દેવા-2 ચમચી દૂધ
  75. લોટ શેકવા-200 ગ્રામ ઘી
  76. 1 ચમચીઇલાયચી પાઉડર
  77. કેસરના તાંતણા
  78. સજાવટ માટે- કાજુ, બદામની કતરણ અને ગુલાબની પાંખડી
  79. ●સર્વ કરવા માટે:
  80. ગ્રીન ચટણી
  81. દહીં
  82. કાકડીનું સલાડ
  83. લીલા મરચાં
  84. છુન્દાનુ અથાણું (કેરી નું ખમણ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    (1) થેપલા બનાવવા માટે: એક કથરોટમાં ઘઉંનો લોટ લઈ, તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ, હિંગ અને નમક ઉમેરી બધુ બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેલનું મોણ નાખી, પાણી વડે લોટ બાંધો.8-10 મિનિટ બાદ તેલ વડે કોણવી, તેમાંથી ગોળ લૂઆ લઇ થેપલાં વણો. વણેલા થેપલાં અને નોન સ્ટીક તવી ઉપર તેલ વડે બંને બાજુ શેકી લો. તો તૈયાર છે ગુજરાતી થેપલા.

  2. 2

    (2) સુકી ભાજી બનાવવા માટે: બાફેલ બટેટાની છાલ ઉતારી તેના ટુકડા કરી લો. 1 કડાઈમાં તેલ ગરમ મૂકી, તેમાં જીરુ, લીમડાના પાન, સમારેલ લીલું મરચું ઉમેરી બટેકા વઘારી લો. બરાબર હલાવી લઈ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી બધું બરાબર મિક્સ કરો.3-4 મિનિટ ધીમા તાપે થવા દો. તૈયાર થયેલ સુકીભાજી માં લીંબૂનો રસ અને સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે બટાકા ની સુકી ભાજી.

  3. 3

    (3) ફાફડા બનાવવા માટે: 1 કથરોટમાં બેસન ચાળી લઇ, તેમાં અજમા, હિંગ તેમજ સ્વાદ અનુસાર નમક ઉમેરી, પાણી થી લોટ બાંધો.3-4 મિનિટ બાદ તેલ વાળા હાથ કરી લોટ કુણવી લો. ત્યારબાદ તેમાંથી ગોળ લુઆ લઇ, રોટલી જેવડા વણી લો. તૈયાર થયેલા ફાફડા ને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. તો તૈયાર છે ગુજરાતી ફાફડા.

  4. 4

    (4) ફરસી પૂરી બનાવવા માટે: 1 કથરોટમાં મેંદો ચાળી લઈ, તેમાં રવો, જીરુ પાઉડર, નમક, હિંગ, મરી પાઉડર તેમજ તેલ-ઘીનું મુઠ્ઠી પડતું મોણ ઉમેરી, બધુ બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધવો.8-10 મિનિટ પછી તેલ વાળા હાથ કરી લોટ કુણવી લો. હવે તેમાંથી પૂરી ના ગોળ લુઆ લઈ, પૂરી વણો. તૈયાર થયેલ દરેક પૂરી પર ચપ્પુ વડે કાપા પાડી, તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. તો તૈયાર છે મેંદાની ફરસી પૂરી.

  5. 5

    (5) ઘઉં ની મીઠી પૂરી બનાવવા માટે: એક કથરોટમાં ઘઉંનો લોટ લઈ, તેમાં મોણ તેમજ તલ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ગોળ માં પાણી ઉમેરી, ગોળ ને ઓગાળી તે પાણી વડે લોટ બાંધી લો.4-5 મિનિટ બાદ તેલવાળા કરી, લોટ કુણવી લો. તેમાંથી લૂઆ લઇ, પૂરી વણી, તેના ચપ્પુ વડે કાપા પાડી, ગરમ તેલમાં ધીમે તાપે તળી લો. તો તૈયાર છે ઘઉંની મીઠી પૂરી.

  6. 6

    (6) ગાંઠીયા બનાવવા માટે: સૌપ્રથમ એક કથરોટમાં બેસન ચાળી લઇ, તેમાં મરચું પાઉડર, હિંગ, હળદર, નમક અને બેકિંગ સોડા ઉમેરી, બધું બરાબર મિક્સ કરી, તેલનું મોણ નાખી, પાણી થી લોટ બાંધો. ત્યારબાદ તેલ વાળા હાથ કરી લોટ ને ગાંઠિયાના સંચામાં ભરી, ગરમ તેલમાં તળી લો. તો તૈયાર છે તીખા ગાંઠિયા.

  7. 7

    (7) ચટપટો બનાવવા માટે: 1 કડાઈમાં તેલ ગરમ મૂકી, તેમાં ચોખાના અને મકાઈના પૌવા તેમજ સિંગદાણા તળી લો. હવે તેમાં મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, હિંગ,આમચૂર પાઉડર, પાઉડર ખાંડ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી, વધુ બરાબર હળવેથી મિક્સ કરી, તેમાં તળેલી ચણાની દાળ ઉમેરી હલાવી લો. તૈયાર છે ચટપટો ચેવડો.

  8. 8

    (8) મોહનથાળ બનાવવા માટે: 1 કથરોટમાં બેસન લઇ, તેમાં દૂધ ઘી નું મોણ ઉમેરી, ધાબો દઇ, 15-20 રહેવા દો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ મૂકી, ધીમા તાપે લોટ શેકો.તેમાં 1/2 કપ દૂધ ઉમેરી, હલાવી, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટ શેકો.સાઈડ પર રહેવા દો.1 વાસણ માં ખાંડ ઉમેરી, ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી બે તારની ચાસણી બનાવી ચાસણીમાં કેસરના તાંતણા તેમજ ઇલાયચી પાઉડર ઉમેરી, શકેલ લોટમાં આ ચાસણી ઉમેરો. બરાબર હલાવી લો.

  9. 9

    હવે ઘીથી ગ્રીસ કરેલ ચોકી/થાળીમાં આ મિશ્રણને બરાબર પાથરી, ચપ્પુથી મનપસંદ આકારના પીસ કરી કાજુ બદામની કતરણ અને ગુલાબની પાંખડીઓથી સજાવી સર્વ કરો. તો તૈયાર છે ગુજરાતી ટ્રેડિશનલ મોહનથાળ.

  10. 10

    ઉપરોક્ત તૈયાર થયેલ સાતમ ની થાળી ટેસ્ટફૂલ છે, એ પિકનિક માં પણ લઈ જઈ શકાય છે. તો તૈયાર થયેલ થાળીને દહીં, કોથમીરની ગ્રીન ચટણી, કાકડીનું સલાડ, કેરીના ખમણ અને લીલા મરચા સાથે સર્વ કરો.તો તૈયાર છે સાતમ સ્પેશિયલ થાળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes