સાતમ નો થાળ (Satam no thal recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#સાતમ
આજે શીતળા સાતમ હોઈ મેં શીતળા માતાજીને ધરાવવા માટે થાળ બનાવ્યો છે જોકે ભગવાન તો ભાવ ના ભૂખ્યા છે બધી વસ્તુ તો આપણે જ ખાવાની હોય છે.

સાતમ નો થાળ (Satam no thal recipe in Gujarati)

#સાતમ
આજે શીતળા સાતમ હોઈ મેં શીતળા માતાજીને ધરાવવા માટે થાળ બનાવ્યો છે જોકે ભગવાન તો ભાવ ના ભૂખ્યા છે બધી વસ્તુ તો આપણે જ ખાવાની હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક આસપાસ
૮ થી ૧૦ લોકો
  1. થેપલા માટે...
  2. 2વાટકા ઘઉંનો લોટ
  3. અડધો વાટકો ચણાનો લોટ
  4. 1/2ચમચી મરચાની ભૂકી
  5. 1/4 ચમચી હળદર
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. 2ચમચા તેલ
  8. 1ચમચો સફેદ તલ
  9. થેપલા સેકવા પૂરતું તેલ
  10. મિક્સ કઠોળ માટે....
  11. (એક મોટો વાટકો મિક્સ કઠોળ)જેવાકે રાજમાં,છોલે ચણા,બ્રાઉન ચણા
  12. ચોરા,વાલ,વટાણા વગેરે
  13. કાજુ કારેલા ના શાક માટે...
  14. 250 ગ્રામ ગ્રામ કારેલા
  15. 1મુઠ્ઠી કાજુ
  16. ૧ નાની વાટકી ચણાનો લોટ
  17. મસાલા જેવા કે મીઠું, મરચું, હળદર
  18. 1ચમચી જેટલો ગોળ
  19. સલાડ માટે..
  20. 1નાની કોબી
  21. 1ગાજર
  22. 1ટમેટુ
  23. ૧ નાની કાકડી
  24. પાંચથી છ તળેલા લીલા મરચા
  25. ફુદીનો ફ્લેવર સેવ માટે.....
  26. 1વાટકો ફુદીનો
  27. 2વાટકા ચણાનો લોટ
  28. ૧ વાટકો ઘઉં નો લોટ
  29. સ્વાદ અનુસાર મીઠું
  30. તળવા માટે તેલ
  31. ચવાણું બનાવવા માટે
  32. ૧ નાની વાટકી તળેલા વટાણા
  33. ૧ વાટકી મકાઈના પૌવા તળેલા
  34. ૧ નાની વાટકી સેવ
  35. ૧ નાની વાટકી સીંગદાણા તળેલા
  36. ચાર-પાંચ સકરપારા
  37. ચણાદાળ માટે
  38. 1મોટો વાટકો ચણાની દાળ
  39. સ્વાદ અનુસાર મીઠું
  40. ૧ ચમચી ગરમ મસાલો
  41. તળવા માટે તેલ
  42. સેવ મમરા માટે
  43. 250 ગ્રામ ગ્રામ મમરા
  44. 50ગ્રામ જેટલી સેવ
  45. વધેલા ભાત નો ચેવડો માટે
  46. 1મોટો વાટકો વધેલા ભાત
  47. 1/2વાટકી સીંગદાણા
  48. સ્વાદ અનુસાર મીઠું
  49. ૧ ચમચી ગરમ મસાલો
  50. 1/2ચમચી હળદર
  51. ભુસુ બનાવવા માટે
  52. ૧ વાટકી ઝીણી સેવ
  53. 1વાટકો મકાઈના પૌવા એકદમ ઝીણા
  54. 1/2વાટકી ચણાની દાળ
  55. ૧ નાની વાટકી mix dry fruits
  56. ટોપરા નો મેસુબ માટે
  57. 2વાટકા ટોપરાનો ભૂકો
  58. 1/2વાટકી ખાંડ
  59. 4વાટકા દેશી ઘી
  60. માતાજીની કુલર બનાવવા માટે
  61. 1વાટકો બાજરાનો લોટ
  62. 1/2વાટકી દેશી ઘી
  63. 1/2નાની વાટકી જેટલો ગોળ
  64. અડદિયા નો લચકો બનાવવા માટે
  65. 1વાટકો અડદનો લોટ
  66. 1ચમચી અડદિયા માં નાખવાનો મસાલો
  67. 1વાટકો દેશી ઘી
  68. અડધો વાટકો ખાંડ
  69. ભાવનગરી કચોરી માટે
  70. 2વાટકા મેંદો
  71. 1વાતકા જેટલો ભાવનગરી ગાંઠિયા નો ભૂકો
  72. ૧ નાની વાટકી આમલીની ચટણી
  73. ૧ નાની ચમચી આખા ધાણા
  74. ૧ નાની ચમચી ગરમ મસાલો
  75. જરૂર પડે તો મીઠું
  76. 1/2નાની ચમચી મરચાની ભૂકી
  77. 2ચમચી જેટલા મિક્ષ ડ્રાયફ્રુટ
  78. તળવા માટે તેલ
  79. ફરસી પૂરી માટે
  80. 2વાટકા મેંદો
  81. ૧ વાટકો ઘઉં નો લોટ
  82. 1ચમચી જીરૂ
  83. 1/2ચમચી તીખા
  84. 1/2ચમચી અજમા
  85. સ્વાદ અનુસાર મીઠું
  86. તળવા માટે તેલ
  87. શક્કરપારા માટે
  88. 2વાટકા મેંદો
  89. 1ચમચી કોકો પાઉડર
  90. 1/2વાટકી દળેલી ખાંડ
  91. તળવા માટે તેલ
  92. નમકપારા બનાવવા માટે
  93. 2વાટકા મેંદો
  94. સ્વાદ અનુસાર મીઠું
  95. તળવા માટે તેલ
  96. સેવ માટે
  97. ૩ વાટકી ચણાનો લોટ
  98. બેથી ત્રણ ચમચા તેલ (મોણ માટે)
  99. સ્વાદ અનુસાર મીઠું
  100. તળવા માટે તેલ
  101. રોટલો બનાવવા માટે
  102. 2વાટકા બાજરાનો લોટ
  103. સ્વાદ અનુસાર મીઠું
  104. 1વાટકી માખણ
  105. ૧ નાની વાટકી લીલી ચટણી
  106. ૧ નાની વાટકી લાલ ચટણી

રાંધવાની સૂચનાઓ

3 કલાક આસપાસ
  1. 1

    થેપલા બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લઇ તેની અંદર બધા મસાલા,તલ અને તેલ નાખી લોટ બાંધો.

  2. 2

    લોટને દસ મિનિટ રેસ્ટ આપો. ગેસ પર લોઢી મૂકી થેપલા ને ધીમી આંચે બંને સાઇડ તેલ નાખી પકાવી લો.

  3. 3

    મિક્સ કઠોળ અને પાંચથી છ કલાક પલાળી રાખો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ ને મીઠું નાખી, કૂકરમાં બાફી લો. બફાઈ ગયા બાદ થોડું તેલ મૂકી બધા જ કઠોળને કોરા વઘારી લો. એમાં બધા મસાલા નાખો અને સાંતળી લો.

  4. 4

    કાજુ કરેલા નું શાક માટે કારેલા ને ગોળ કાપી લો. ત્યારબાદ ગેસ પર કઢાઈ મુકી, કારેલા નો વઘાર કરો. તેમાં જરૂર મુજબ ના મસાલા નાખી પાણી નાખીને કારેલાને પકાવી લો.

  5. 5

    હવે થોડું પાણી રહે એટલે એની અંદર તળેલા કાજુ નાખી દો,થોડો ગોળ નાંખી દો અને ચણાનો લોટ નાખી દો. ફરી બધુ શાક હલાવીને પકાવા દો. તૈયાર છે કાજુ કારેલા નું શાક.

  6. 6

    સલાડ માટે કોબી કાકડી ગાજર ટામેટાં બધું જ સરસ સમારી લો.

  7. 7

    ફુદીના ની સેવ બનાવવા માટે ચણાનો લોટ અને ઘઉંનો લોટ ચાળી લો. ફૂદીના ને ક્રશ કરી લો.તેની અંદર થોડું પાણી નાખો. હવે લોટની અંદર ફુદીનાનું પાણી,નમક અને મોળ માટે થોડું તેલ નાખી લોટ બાંધો.

  8. 8

    ગેસ પર એક કઢાઈ માં તેલ મૂકી, તેલ ગરમ થઇ જાય એટલે સંચા વડે સેવ પાડી લો. સેવ તળાઈ જાય એટલે તેની ઉપર થોડો સંચર પાઉડર નાખો. જેનાથી સેવનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

  9. 9

    ચવાણું બનાવવા માટે મકાઈના પૌવા, તળેલા,વટાણા, bundi,થોડા સેવ મમરા બધું જ એક વાસણમાં લઈ, તેની ઉપર થોડી બૂરુ ખાંડ અને ગરમ મસાલો તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખી એકદમ હલાવી લો તૈયાર છે ચવાણું.

  10. 10

    ચણાની દાળને પાંચ થી છ કલાક પલાળો.ત્યારબાદ કોટન ના કપડા પર સુકવી દો. દાળ કોરી થઈ જાય એટલે ગરમ તેલમાં દાળ તળી લો. તળેલી દાર પર થોડો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખી ભેળવીને રાખી દો. તૈયાર છે મસાલા ચણાની દાળ.

  11. 11

    સેવ મમરા બનાવવા માટે ઉપર જણાવ્યા મુજબ સેવ બનાવો અને મમરાની થોડું તેલ મૂકી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી વઘારી લો.

  12. 12

    ભાતના ચેવડા માટે વધેલા ભાતને તડકામાં સૂકવી દો. હવે સુકાયેલા ભાતને ગરમ તેલમાં તળી લો. તેમાં તળેલા શીંગદાણા,લીમડો, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને હળદર નાખી હલાવો. તૈયાર છે વધેલા ભાત નો ચેવડો.

  13. 13

    ભુસુ બનાવવા માટે ઝીણા મકાઈના પૌવા ને તળી લો. ચણાની દાળને ઉપર ની રીત મુજબ તળીને તૈયાર રાખો. સીંગદાણાને તળેલા રાખો. ઝીણી સેવ અને ડ્રાયફ્રૂટ ને પણ તરી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં બધું મિક્સ કરી, તેની અંદર હળદર અને બૂરુ ખાંડ નાખી હલાવો તૈયાર છે ભુસુ.

  14. 14

    ટોપરા નો મેસુબ બનાવવા માટે ટોપરાના ભૂકાને થોડો બદામી રંગનો શેકી લો.ત્યારબાદ તેની અંદર ઘી અને ખાંડ નાખી એક જ સાઈડ હલાવો. એકદમ ધીમી આંચે ૧૦ થી ૧૨ મિનીટ એક્સાઇડ હલાવો ત્યારબાદ થાળીમાં ઢાળી લો.

  15. 15

    માતાજીની કુલર બનાવવા માટે એક વાસણમાં બાજરાનો લોટ લઈને તેની અંદર ઘી અને ગોળ નાખી હાથ વડે મસલો. બધું જ મિક્સ થઈ જાય એટલે તેના લાડુ વાળી લો.

  16. 16

    અડદિયા ના લચકા માટે એક કડાઈમાં ઘી મૂકી અડદના લોટને આછો બદામી રંગનો શેકી લો. લોટ શેકાઈ જાય એટલે એની અંદર એક વાટકી ઘી અને ખાંડ નાખી ફરી હલાવો. ત્યારબાદ તેની અંદર અડદિયા નો મસાલો પણ નાખો અને ડ્રાયફ્રુટ તેમજ ઘીમા તડેલો ગુંદ નાખી હલાવીને ઉતારી લો. જરૂર પડે તો ફરી થોડું ઘી નાખી શકાય.

  17. 17

    કચોરી બનાવવા માટે મેંદાનો લોટ બાંધી તેની નાની પૂરી વણો તેની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ ભરો અને કચોરી વણીને ગરમ તેલમાં તળી લો...... સ્ટફિંગ બનાવવા માટે ભાવનગરી ગાંઠિયા નો ભૂકો કરી,તેની અંદર ગરમ મસાલા, ડ્રાય ફ્રુટ, ખજૂર આમલીની ચટણી અને થોડી મરચાંની ભૂકી નાખી ટોપિંગ તૈયાર કરો.

  18. 18

    ફરસી પૂરી બનાવવા માટે ઘઉં અને મેંદા નો લોટ એક વાસણમાં લઈ, તેની અંદર મોણ નાખી, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા મરી અને જીરું નાખી લોટ બાંધો. ત્યારબાદ તેની પૂરી વણી ગરમ તેલમાં તળી લો.

  19. 19

    શકરપારા બનાવવા માટે મેંદામાં મોણ,કોકો પાઉડર અને દળેલી ખાંડ નાખી લોટ બાંધી. મોટો રોટલો વણી શકરપારા ના શેપમાં કાપી ગરમ તેલમાં તળી લો.

  20. 20

    નમક પારા બનાવવા માટે મેંદામાં તેલ નું મોવણ,થોડું નમક નાખી, લોટ બાંધી લો અને જાડો રોટલો વણી,નમકપારા ના શેપમાં કાપી તેલમાં નમકપારા તરી લો.

  21. 21

    ઝીણી સેવ બનાવવા માટે ચણાના લોટમાં તેલનું મોણ અને નમક નાખી લોટ બાંધી સેવના સંચામાં નાખી ગરમ તેલમાં તળી લો.

  22. 22

    રોટલો બનાવવા માટે એક વાસણમાં બાજરાનો લોટ લઇ,તેમાં થોડું નમક નાખી લોટને એકદમ કુળવીને બાંધો. ત્યારબાદ ગેસ પર તાવડી મુકી રોટલો શેકી લો. તેને માખણ સાથે પીરસો.

  23. 23

    બધી જ વસ્તુઓ તૈયાર થઈ જાય એટલે શીતળા સાતમ નો થાળ તૈયાર કરી માતાજીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes