પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગરીંગણ
  2. 3 નંગબટાકા
  3. 1કટકો દૂધી
  4. 200 ગ્રામફ્લાવર
  5. 250 ગ્રામવટાણા
  6. 4 નંગટામેટાં
  7. 3 નંગકાદાં
  8. 2 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  9. 1 ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  10. 3 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1 ટી સ્પૂનધાણાજીરુ
  12. 1 ટી સ્પૂનહળદર
  13. 1/2 નંગલીંબુ નો રસ
  14. 4 ટેબલ સ્પૂનબટર
  15. 2 મોટા ચમચાતેલ
  16. 1/2 કપસમારેલી કોથમીર
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં રીંગણ, બટાકા, ફ્લાવર, દુધી, વટાણા,1 ગ્લાસ પાણી મીઠું અને 1/2 ટી સ્પૂન હળદર ઉમેરી 4 થી 5 સીટી વગાડી બાફી લેવું. પછી તેની મેસરથી ક્રશ કરી લેવું.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં કાંદા ઉમેરી ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો.

  3. 3

    હવે તેમાં ટામેટા અને મીઠું ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને પાવભાજીનો મસાલો ઉમેરી મિક્સ કરીને સાંતળો.

  4. 4

    પછી તેમાં બાફેલા શાકભાજી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ભાજીની દસથી પંદર મિનિટ માટે ઉકાળો. પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.

  5. 5

    હવે પાવ ને વચ્ચેથી કટ કરી ગરમ તવી પર બટર મૂકી ને શેકી લો.

  6. 6

    હવે ગરમાગરમ ભાજી ઉપર બટર ઉમેરી ભાજી ને પાવ, કાંદા, ટામેટાં, અડદના પાપડ અને છાશ સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes