ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#MA
આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰

ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)

#MA
આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર લોકો માટે
  1. 5બટાકા છાલ કાઢીને ટુકડા કરેલા
  2. 1 વાટકીફ્લાવર
  3. 1 વાટકીવટાણા
  4. 1/2 બીટ બારીક સમારેલું
  5. 1કેપ્સિકમ બારીક સમારેલું
  6. ગ્રેવી બનાવવા માટે ૩ ટામેટાં
  7. કાંદા
  8. 6-7કળી લસણ
  9. 1બીટનો નો ટુકડો
  10. 1/4 ચમચીમસાલા હળદર
  11. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  12. 1 ચમચીપાવભાજી મસાલા
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 2 ચમચીબટર
  15. ૩ ચમચીતેલ
  16. ચપટીહિંગ
  17. ખમણેલું ચીઝ જરૂર મુજબ
  18. સર્વ કરવા માટે બટર પાવ કાંદા સર્વ કરવા માટે લીંબુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ કુકરમા ચારથી પાંચ સીટી વગાડી બાફી લો

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં જારમાં ટામેટા કાંદા લસણ અને બીટ નો ટુકડો ઉમેરી બારીક પેસ્ટ બનાવી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો

  3. 3

    ત્યારબાદ એક પેનમાં બટર અને તેલ ગરમ કરવા મુકો ગરમ થઈ જાય પછી તેમાં હિંગ અને કેપ્સિકમ બે મિનિટ માટે સાંતળો

  4. 4

    ત્યારબાદ તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી બધા મસાલા કરો અને ધીમા ગેસ પર ગ્રેવી બરાબર પાકી જાય અને બટર અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો

  5. 5

    પછી બાફેલા વેજીટેબલ છૂંદો કરી તેમાં ઉમેરી દો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો અને ભાજી ને બરાબર મિક્ષ કરી લો

  6. 6

    ત્યારબાદ તેમાં ગેસ ઉપર બધા મસાલા ચડી જાય ત્યાં સુધી થવા દો

  7. 7

    હવે આપણે ગરમાગરમ સ્વાદિષ્ટ ચીઝ પાવભાજી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ખમણેલું ચીઝ નાખો અને પાવ અને લીંબુ કાંદા સાથે સર્વ કરો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes