હાંડવો (Handavo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા ને ૭ થી ૮ કલાક પલાળી રાખવા પછી ૮ કલાક પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવા દાળ ચોખા ને ક્રશ કરતી વખતે તેમાં એક વાટકી દહીં ઉમેરવું આ મિશ્રણને ચારથી પાંચ કલાક આથો આવવા દેવું
- 2
પાંચ કલાક પછી તેમાં દૂધી છીણી ને ઉમેરવી પછી તેમાં આદુ,મરચા,લસણની પેસ્ટ વાટીને ઉમેરવી તેમજ તેમાં સ્વાદાનુસાર મીઠું હળદર, ધાણાજીરૂ તેમજ કાશ્મીરી લાલ મરચું તેમજ ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લેવું
- 3
પછી એક કઢાઈમાં વઘાર માટે તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે રાઈ, આખા સૂકા લાલ મરચાં, મીઠા લીમડા નો વઘાર કરવો પછી તેમાં સીંગદાણા અને તલને થોડા ઉમેરવા પછી હિંગ નાખીને વઘાર બંધ કરી દેવો પછી આ મિશ્રણમાં ઈનો પેકેટ નાખીને એક જ દિશામાં બરાબર હલાવવું
- 4
હાંડવા ના વાસણ માં થોડું તેલ મૂકી અને થોડો ઘઉંનો લોટ ભભરાવી દેવો જેથી કરીને હાંડવો બળી ના જાય પછી આ મિશ્રણ હાંડવા ના વાસણ માં મુકવો પછી બાકીનો વઘાર અને સિંગદાણા, તલ વાસણમાં ભભરાવવા ડેકોરેશન માટે પછી રેતીના વાસણને પાણી થી ભીનું કરીને દસ મિનિટ માટે તપાવવા મૂકીને તેની ઉપર હાંડવા નો વાસણ બંધ કરીને મુકવુ મધ્યમ આંચે ૧૦ મિનિટ રાખવો અને પછી ધીમા તાપે ૩૦ મિનિટ સુધી ચઢવા દો આ રીત થી હાંડવો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હાંડવો (Handavo recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતપોસ્ટ -3 હાંડવો એક પારંપરિક વાનગી છે પહેલા પિત્તળ ના જાડા તળિયા વાળા તપેલા માં સગડી પર બનાવવામાં આવતો અને હાંડવો વધારી તપેલા પર ઢાંકણ ઢાંકી ને ઉપર સળગતા કોલસા મુકવામાં આવતા જેથી ઉપર અને નીચે બન્ને બાજુ થી લાલ અને કડક પડ બને...અને તળિયાનો હાંડવો ખાવા માટે પડાપડી થઈ જતી...પછી હાંડવાનું સ્પેશિયલ કુકર નીકળ્યું તેમાં પણ નીચે રેતી મૂકીને બને છે...ત્યાર પછી ઓવન....નોનસ્ટિક પેન શોધાયા પણ દેશી પદ્ધતિ થી બનાવેલ હાંડવો સૌથી બેસ્ટ બને છે...શહેરો માં હવે સગડી ઉપલબ્ધ નથી એટલે કુકરનો હાંડવો સ્વાદમાં ઉત્તમ બને છે ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
-
-
પેનકેક હાંડવો (pancake handavo)
વધારે શેકાયેલા(roasted) પડવાળો હાંડવો, કુકર કરતાં પેન માં બનાવી શકાય છે. તો personally વધારે પસંદ છે....#વીકમીલ૩#પોસ્ટ૮#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૬ Palak Sheth -
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
-
બીટ ની ચટણી (Beet Chutney Recipe In Gujarati)
#GA4#Week5.....Beetroot.🌰. ...સામાન્ય રીતે કાચું બીટ (ગુણોથી ભરેલું)ભાવતું નથી. તેથી આ રીતે ચટણી બનાવીને ખાવાથી ગુણ અને સ્વાદ બંનેનો સમન્વય કરી શકાય છે. Krishna Jimmy Joshi -
-
-
-
-
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
-
-
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
-
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR# સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસાઉથ ઇન્ડિયન વાનગી માં મોટેભાગે ઈડલી ઢોસા ચટણી રસમ અને જુદા જુદા ના રાઇસ મહત્વનું સ્થાન ધરાવે છે અને રાઈસ માં અલગ-અલગ પ્રકારના મસાલા ઉમેરીને અનેક પ્રકારની વેરાયટી બનતી હોય છે તેમાં વાગી ભાત ટોમેટો રાઈસ કોકોનટ રાઈસ કર્ડ રાઈસ લેમન રાઈસ વગેરે અલગ અલગ પ્રકારની રાઈસ ની રેસીપી બનાવી શકાય છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (2)