શેર કરો

ઘટકો

1 થી 2 કલાક
4 થી 6 વ્યક્તિ
  1. 1 નાની વાટકીચણાની દાળ
  2. 1 નાની વાટકીતુવેરની દાળ
  3. 1 નાની વાટકીઅડદની દાળ
  4. 1 નાની વાટકીચોખા
  5. 250-300 ગ્રામદૂધી
  6. 3-4 ચમચીઆદુ,મરચા ની પેસ્ટ
  7. 1 ચમચીહળદર
  8. 4-6 ચમચીખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીકાશ્મીરી મરચુ
  11. 1પેકેટ ઇનો
  12. 100 ગ્રામતેલ
  13. 2-3 ચમચીતલ
  14. 2-3 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

1 થી 2 કલાક
  1. 1

    બધી દાળ ચોખાને 3 થી 4 કલાક પાણીમાં માં પલાળી રાખવા ચાર કલાક પછી પાણી નીતારી ક્રશ કરવું ક્રશ કરતી વખતે તેમાં થોડી ખાટી છાશ અથવા થોડુ દહીં નાખવું પછી તેને 6 થી 7 કલાક આથો આવવા દેવો.

  2. 2

    આથો આવ્યા પછી તેમાં હળદર,સ્વાદ અનુસાર મીઠું,આદુ મરચાની પેસ્ટ,મરચુ,ખાંડ નાખી હલાવી લ્યો એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો રાઈ ફૂટવા લાગે એટલે હિંગ નાખી વધરને ખીરામાં ઉમેરો અને હલાવો

  3. 3

    હાંડવા પાત્ર ને ગ્રીસ કરી લ્યો ખીરામાં ઈનો નાખી હલાવી લ્યો હાંડવા પાત્ર ને ગરમ કરવા મૂકો તેમાં ખીરું નાખો ઉપરથી તલ ભભરાવો ઢાંકીને એક થી દોઢ કલાક ધીમા તાપે થવા દયો

  4. 4

    એક દોઢ કલાક પછી જોશો તો ઉપર ગુલાબી પાદ દિ પડીગઈ હશે જો ઉપલું પાદ કડક ખાવું હોય તો દસેક મિનિટ વધારે રાખવો

  5. 5

    તૈયાર છે હાંડવો લીલી ચટણી અને ગોળ બંને સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes