બાજરીનો રોટલો-અડદ દાળ(Bajari Rotlo-Adad Dal Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#india2020
#વિસરાતી વાનગી
પોસ્ટ 1 બાજરીનો રોટલો અને અડદની દાળ

બાજરીનો રોટલો-અડદ દાળ(Bajari Rotlo-Adad Dal Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#india2020
#વિસરાતી વાનગી
પોસ્ટ 1 બાજરીનો રોટલો અને અડદની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ
  1. 3 કપબાજરીનો લોટ
  2. 1 કપઅડદની દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 કપઝીણા સુધારેલા ટામેટા
  5. 2લીલા મરચાં
  6. 1/8 ચમચીહળદર
  7. 1/4લાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. વઘાર માટે-2 ચમચી તેલ
  10. 1/4 ચમચીજીરું
  11. ચપટીહિંગ
  12. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૈપ્રથમ અડદની દાળને 2,3 વાર પાણીથી ધોઈ લો.હવે કુકરમાં તેલનો વઘાર મૂકી જીરું,હિંગ,લીલું મરચુ નાખી દો. હવે ટામેટા નાખી 1/2 મિનિટ ચઢવા દો. હવે બધાજ મસાલા કરીને દાળ નાખીને જરૂર મુજબ પાણી રેડી કુકરમાં 4,5 વ્હીસલ વાગવા દો. હવે એક કથરોટમાં લોટ લઇ લો.બાજુમાં એક વાટકા કે નાની તપેલીમાં મીઠું નાખી થોડું પાણી રેડો.હવે માટીના તવાને ગેસ પર ગરમ થવા મૂકી દો.હવે મીઠાવાળા પાણીથી થોડો લોટ બાંધી મસળતા જવું બરાબર ને લુવો બનાવવો.લુવાને 2 હાથથી અટામણ લઈને થાપીને કે આદણી પર અટામણથી સ્થાપીને રોટલો ઘડવો.

  2. 2

    હવે તવા પર રોટલો મૂકીને ઉપર બાજુ રોટલામાં પાણી ચોપડી દેવું,જેથી રોટલો જયારે બીજબાજુ ચઢવવા માટે ઊંધો કરીએ ત્યારે તિરાડ ના પડે.

  3. 3

    હવે એકબાજુ થોડો ચઢે એટલે ફેરવી દેવો અને નીચે બરાબર શેકાય એટલે ફરી ઊંધો ફેરવીને તવા પર ફુલવા દેવો રોટલાને. ફૂલી જાય એટલે નીચે ઉતારી ચીપીયા પર મુકવો,જેથી રોટલો કડક જ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes