ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છે
ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો.

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છે
ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરવો
  2. 1 વાટકીદહીં
  3. 1 વાટકીછાશ
  4. 1 ચમચીશેેેકેેેલુ જીરૂ ક્શ કરેલુ
  5. 2 નંગ મોટી ડુંગળી ખમણેલી
  6. 1 નંગ ડુંગળી
  7. 4 નંગ તીખાં મરચાં બારીક સમારેલા
  8. 4 નંગમોળા મરચાં બારીક સમારેલાા
  9. 1 ચમચીઅડદની દાળ
  10. 1/2 ચમચી જીરું
  11. 2 ચમચીતેલ વઘાર માટે
  12. જરૂર મુજબ તેલ ઉત્તપમ ઉતારવા માટે
  13. સ્વાદાનુસાર મીઠું
  14. જરૂર મુજબ પાણી
  15. જરૂર મુજબ સર્વ કરવા માટે લીલા ટોપરાની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવામાં દહીં,શેકેલ જીરૂ પાઉડર, મીઠું ઉમેરો અને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં જરૂરી છાશ ઉમેરી ઢોસા જેવુ ખીરૂ બનાવી એક કલાક માટે રેસ્ટ આપો.

  2. 2

    એક કલાક પછી ખીરૂ જુઓ રવો ફુલીને સરસ આથો આવ્યા જેવો બની ગયો હશે.હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો અને પ્રથમ અડદની દાળ ઉમેરો ગુલાબી કલર પકડે એટલે જીરૂ ઉમેરો તતડે એટલે.મોળા અને તીખા બંને સમારેલા મરચાં અડધા અડધા ઉમેરી સ્હેજ સાંતળો.પછી ખમણેલી ડુંગળી પણ 1/2 ઉમેરી સાંતળો.સંતળાયા પછી ખીરામાં ઉમેરી મિક્સ કરી દો.(વઘાર અલગ રાખી ખીરૂ પાથરી તેના પર પાથરી શકાય.)

  3. 3

    ત્યારબાદ ગેસ પર નોન સ્ટીક લોઢી ગરમ મૂકો અનેગરમ થાય એટલે 1/2ડુંગળી લોઢી પર સારી રીતે ફેરવી લો.(ઘસી લો). પછી તેલ સ્પ્રેડ કરી ચમચાથી ખીરૂ પાથરો અને ફેલાવી તેના પર ખમણેલી ડુંગળી અને જીણા સમારેલા મરચાં પ્રમાણસર છાંટો.(અહીં જો વઘાર અલગ રાખેલ હોય તો પાથરી શકાય.)પછી ફરતાં ચમચીથી થોડું તેલ નાખી 5-7 સેકન્ડ ઢાંકી દો.પછી ખોલી ઉત્તપમ ઉલ્ટાવી લો.અને ફરીવાર તેના ફરતાં તેલ નાખી ઢાંકી દો.5-7 સેકન્ડ પછી ખોલી ઉત્તપમ પ્લેટમાં ઉતારી લો.

  4. 4

    એ રીતે બધા જ ઉત્તપમ ઉતારો. આ જ રીતે નાના નાના (બેબી) ઉત્તપમ પણ ઉતારવા જે લોઢીમા એક સાથે ત્રણ ઉતારી શકાય.

  5. 5

    ગરમાગરમ ઉત્તપમ ઉતરતા જાય એમ સર્વિંગ પ્લેટમાં લઈ ટોપરાની ચટણી સાથે સવૅ કરો.તૈયાર છે સાઉથના ફેમસ ઉત્તપમ. ફોટો માં બંને બાજુ બતાવેલ છે.તથા બેબી ઉત્તપમ પણ સર્વ કરી બતાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes