મગસના લાડુ (besan laddu recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#GC
#સાઉથ
#નોર્થ

આપણા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે ,,તેમાં આપણા ભારતીય તહેવાર તો
લાડુ વિના અધૂરા છે તેમ કહી શકાય ,આપણે વિવિધ જાતના લાડુ બનાવીયે
છીએ ,લોટના ,મોતીચુર ,ડ્રાયફ્રૂટ્સ,કોપરાના,રવાના ,લાડુ અને તેના નામોનું
લિસ્ટ બહુ લાબું થઇ જશે ,,,કેમ કે અનંત છે ,,
બેસનના લાડુ દરેક રાજ્યમાં બને છે અને લગભગ દરેક ની રીત સરખી છે .
ભારતમાં દરેક રાજ્યમાં તહેવાર પર આ લાડુ બનતા જ હોય છે .
આજે હું આ લાડુની રેસીપી શેર કરું ચુ તે દરેકે ચકયા હશે જ કેમ કે ભારત
અને દુનિયામાં કોઈ પણ દેવીદેવતાનું મંદિર હોય દરેક જગ્યા એ આ લાડુ જ
પ્રસાદ રૂપે અપાતા હોય છે ,ખાસ કરીને દરેક સ્વામીમન્દિરે આ લાડુ જ
પ્રસાદ રૂપે મળતા હોય છે ,આ લાડુ લામ્બો સમય સુધી ખરાબ નથી થતા ,
કદાચ એટલે જ પ્રસાદ રૂપે વધુ ધરાવાય છે ,,
આ લાડુનો સ્વાદ જ બધા થી અનોખો હોય છે ,અને વિષેસતા એ કે આ લાડુમાં
કોઈ ભીના પદાર્થો ,દૂધ પાણી કે કશુ વપરાતું નથી માત્ર કોરી સામગ્રી જ
વપરાય છે ,,બીજી ખાસ વિષેસતા એ કે આમાં આખી ખાંડ વપરાય છે ,
ઘી થી લચપચતા લાડુ જયારે મોમાં મુકીયે ત્યારે ખાંડ જે મોમાં કડડ કડડ
બોલે તે સ્વાદ જ અદભુત,અનોખો હોય છે ,મેં વધુ દળેલી ખાંડ અને ઓછા પ્રમાણમાં
આખી ખાંડ નાખી છે ,કેમ કે મારા ઘરના વડીલો ખાંડ ના ચાવી શકે ,
બહુ ઓછી સામગ્રીમાં થી બની જતા આ લાડુ બને છે પણ ઝડપથી ,,કોઈ
ઝાઝી મથામણ વગર ઓછી મહેનતે આ મહાભોગ તૈય્યાર થઇ જાય છે
મારા ફેવરિટ છે ...હું ક્યાંય પણ દર્શન કરવા જાઉં આ પ્રસાદ લાઉ જ ,,
આ મહાભોગ હોય જ છે એટલો મીઠો ,,,

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 250 ગ્રામશુદ્ધ દેશી ઘી
  3. 300 ગ્રામ ખાંડ દળેલી
  4. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટી કડાઈમાં ઘી ગરમ મુકો,
    ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો,

  2. 2

    ગેસ સૌ ધીમો જ રાખવાનો છે,
    ધીમા તાપે ચણાનો લોટ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સેકો,
    તવેથો હળવો ફરે અને લોટના ઘી છુટ્ટુ પડી જાય એટલે લોટ સેકાય ગયો છે એમ માનવું,લોટ હળવો થઇ જાય છે સેકાય એટલે,લોટ સેકાય જાય એટલે ગેસ બન્દ કરી દ્યો,

  3. 3

    લોટ અને ઘી સહેજ ઠંડા થાય એટલે દળેલી ખાંડ ઉમેરો,
    બેચાર ચમચી આખી ખાંડ ઉમેરો,,જેથી કડડ કડડ અવાઝ,સ્વાદ આવે,ઇલાયચીનો પાઉડર ઉમેરી દ્યો,બધું એકદમ સરસ થી હલાવી મિક્સ કરી લ્યો,અને નાના નાના ગોળ લાડુ બનાવી લ્યો,
    એકાદ કલાકમાં જ ઘી થીજી જશે,અને લાડુ તૈયાર થઇ જશે,

  4. 4

    તો તૈય્યાર છે,,દુંદાળાદેવને મહાપ્રસાદમાં ધરાવવામાટે લાડુ,,,
    અત્યારે તો ભારતભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે,,એટલે
    પુરા ભારતવર્ષમાં દરેકને ત્યાં આ પ્રસાદ બન્યો જ હશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes