બટેટાના ભજીયાં(bateta na bhajiya recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#week1
ઘરે અચાનક મહેમાન આવે તો ફરસાણ માં સૌથી પહેલાં ભજીયાં જ બનાવવા નું વિચાર આવે. તેમા પણ જો વરસાદ ની મોસમ હોય તો મજા જ પડી જાય. ભજીયાં ખુબ ઝડપથી બની જાય છે અને મોટેભાગે બધા ને પ્રિય પણ હોય છે. આજે મે બટેટાના ભજીયાં બનાવ્યા છે.

બટેટાના ભજીયાં(bateta na bhajiya recipe in Gujarati)

#GA4
#week1
ઘરે અચાનક મહેમાન આવે તો ફરસાણ માં સૌથી પહેલાં ભજીયાં જ બનાવવા નું વિચાર આવે. તેમા પણ જો વરસાદ ની મોસમ હોય તો મજા જ પડી જાય. ભજીયાં ખુબ ઝડપથી બની જાય છે અને મોટેભાગે બધા ને પ્રિય પણ હોય છે. આજે મે બટેટાના ભજીયાં બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગ બટેટા
  2. 2 કપચણાનો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ચપટીહળદર
  5. 1/2 ટી.સ્પૂનમરચું
  6. 1/4 ટી.સ્પૂનઅજમો
  7. 1/2 કપપાણી
  8. 1 .ચમચીગરમ તેલ
  9. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1
  2. 2

    બૅટર બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લેવું. તેમાં મીઠું, મરચું, હળદર તથા અજમો સ્હેજ મસળીને નાખવું. બધું બરાબર મિક્સ કરવું.

  3. 3

    હવે તેમા પાણી એડ કરવું. પાણી પુરતું જ એડ કરી બેટર ઘટ્ટ રાખવું. તેને 15 મિનિટ ઢાંકી ને સાઇડમાં મુકવું.

  4. 4

    બટેટા ને સારી રીતે ધોઈ, છોલી ને પાતળી સ્લાઈસ સમારી લેવા અથવા સ્લાઈઝર વડે કટ કરી લેવા. એક કટોરીમાં પાણી એડ કરી તેમાં બટેટાની સ્લાઈઝ રાખવી.

  5. 5

    હવે તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે એક ટે.ચમચી ગરમ તેલ બેટરમા એડ કરવું. ખુબ હલાવવું.

  6. 6

    હવે બટેટાની થોડી સ્લાઈઝને એક કોરા નેપ્કીન ઉપર મુકવી.જેથી વધારાનું પાણી શોષાઈ જાય અને સ્લાઈઝ એકદમ કોરી થઈ જાય.

  7. 7

    ભજીયાં બનાવવા માટે 4-5 સ્લાઈઝ લઈ તેને બૅટર માં ડીપ કરી મિડીયમ ફલૅમ પર તળી લેવા. આ રીતે બધા ભજીયાં તળી લેવા.

  8. 8

    બટેટાના ભજીયાં ને લસણની તીખી ચટણી અને ખજુર આંબલી ની મીઠી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes