સ્ટફ હંગકડઁ પોટેટો ટીક્કી(Stuffed Curd potato tikki recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#GA4
#week-1

મે અહી રેસીપી બનાવવા બટેટા અને સ્ટફિંગ માટે હંગકડઁ નો ઉપયોગ કર્યો છે મે બટેટાની ટીક્કી મા હંગકડઁ નુ સ્ટફિંગ કર્યું છે
મે જે રેસીપી બનાવી છે તે મે મારા આઈડિયા પ્રમાણે બનાવી છે તો હું તમારી સાથે સેર કરુ છુ

સ્ટફ હંગકડઁ પોટેટો ટીક્કી(Stuffed Curd potato tikki recipe in Gujarati)

#GA4
#week-1

મે અહી રેસીપી બનાવવા બટેટા અને સ્ટફિંગ માટે હંગકડઁ નો ઉપયોગ કર્યો છે મે બટેટાની ટીક્કી મા હંગકડઁ નુ સ્ટફિંગ કર્યું છે
મે જે રેસીપી બનાવી છે તે મે મારા આઈડિયા પ્રમાણે બનાવી છે તો હું તમારી સાથે સેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. (બટેટાની ટીક્કી બનાવવા માટે*)
  2. ૬-૭ નંગ બટેટા
  3. ૨ ચમચીમરચાં ની કટકી
  4. ૧/૨ કપશીંગદાણા નો ભુકો
  5. ૨ ચમચીકોથમીર સમારેલી
  6. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. સ્વાદાનુસારમીઠું
  10. (સ્ટફિંગ બનાવવા માટે*)
  11. ૧/૨ કપહંગકડઁ
  12. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  13. ૧ ચમચીઓરેગાનો
  14. ૧/૩ ચમચીમરી પાઉડર
  15. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો દહીં ને એક કોટન ના કપડા પર નાખી તેમાંથી પાણી નિતારવા રાખી દો (જરા પણ પાણી ના રહેવુ જોઇએ) તેનુ ધ્યાન રાખવુ (૨કલાકરાખવું.)

  2. 2

    દહીં નીતરી જાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    ગેસ ચાલુ કરી તેનાપર પર કુકર મુકી તેમાં પાણી અને મીઠું નાખી બટેટા ને બાફી લો.

  4. 4

    બટેટા બફાય જાય એટલે તેની છાલ ઉતારીને તેનો માવો તૈયાર કરો. તેમાં મરચાં ની કટકી, કોથમીર અનેશીંગદાણા નો ભુકો, મરી પાઉડર, લીંબુનો રસ, આદુની પેસ્ટઅને મીઠું નાખી બરાબર મિક્સ કરો.

  5. 5

    ત્યાર બાદ બટેટા ના માવા માંથી ગોળ બોલ વાળી તેની થેપલી બનાવી તેમાં હંગ કડઁ વાળુ સ્ટફિંગ ભરી તેની ટીક્કી બનાવી લો.

  6. 6

    તે પછી ગેસ ચાલુ કરી તેના પર તવી મુકી તેને ગરમ થવા દો પછી તેના પર તેલ લગાવી ને ટીક્કી ને સેલો ફ્રાય કરી લો બન્ને બાજુ તેલ લગાવી શેકી લો.ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને નીચે ઉતારી લો.

  7. 7

    તેને હંગ કડઁ સાથે અને મરચાં ની ચટણી સાથે અથવા ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો બહુ જ સરસ ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes