દાળ મખની,જીરા રાઈસ સાથે લચ્છા પરાઠા(Dal Makhani, Jeera Rice With Laccha paratha Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#નોર્થ#cookpadindia
#cookpadgujrati
પંજાબી થાળી ની વાત હોય તો દાળ મખની પેલા યાદ આવે જેને માં કી દાળ કે કાળી દાળ પણ કેવા માં આવે છે.સાથે લચ્છાં પરાઠા ને જીરા રાઈસ હોય તો લંચ કે ડિનર ખાસ બની જાય.ટેસ્ટ માં ખૂબ જ મસ્ત અને બનવા માં પણ ખૂબ સરળ.

દાળ મખની,જીરા રાઈસ સાથે લચ્છા પરાઠા(Dal Makhani, Jeera Rice With Laccha paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#નોર્થ#cookpadindia
#cookpadgujrati
પંજાબી થાળી ની વાત હોય તો દાળ મખની પેલા યાદ આવે જેને માં કી દાળ કે કાળી દાળ પણ કેવા માં આવે છે.સાથે લચ્છાં પરાઠા ને જીરા રાઈસ હોય તો લંચ કે ડિનર ખાસ બની જાય.ટેસ્ટ માં ખૂબ જ મસ્ત અને બનવા માં પણ ખૂબ સરળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. દાળ મખની માટે:
  2. 1 વાડકીઆખા અડદ પલાળેલા
  3. 1/4 વાડકીરાજમાં પલાળેલા
  4. 1 નંગઝીણું સમારેલું ડુંગળી
  5. 2 નંગટામેટા ની પ્યુરી
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. 1 નંગલીલું મરચું ઝીણું સમારેલું
  8. 1 નંગતમાલ પત્ર,3 લવિંગ,3ઈલાયચી,2 ટુકડા તજ,ચપટી જાયફળ
  9. 1/2 ચમચીલાલ મરચા પાઉડર
  10. 3-4 ચમચીમાખણ
  11. 3-4 ચમચીમલાઈ
  12. સ્વાદાનુસાર મીઠું
  13. જીરા રાઈસ માટે:
  14. 2 કપબાફેલા બાસમતી ભાત
  15. 1 ચમચીઘી
  16. 1 ચમચીજીરું
  17. 1 નંગતમાલ પત્ર
  18. સ્વાદાનુસાર મીઠું
  19. લચ્છા પરાઠા માટે
  20. 2 કપઘઉંનો લોટ
  21. 1 કપમેંદો
  22. 1 ચમચીજીરું
  23. 4 ચમચીતેલ
  24. સ્વાદાનુસાર મીઠું
  25. જરૂર મુજબપાણી
  26. જરૂર મુજબ તેલ અથવા ઘી શેકવા માટે
  27. મકાઈ ના વડા માટે:
  28. 2 નંગબાફેલી મકાઈ ના દાણા
  29. 1 નંગઝીણું સમારલ ડુંગળી
  30. 1/4 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  31. 2 ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  32. 1/4 ચમચીમરી નો ભૂકો
  33. 2 ચમચીકોર્ન ફ્લોર
  34. જરૂર મુજબ મીઠું
  35. જરૂર મુજબ તેલ તળવા માટે
  36. 2 નંગગોળ સમારેલ ડુંગળી
  37. 2 નંગસમારેલા ટામેટા
  38. 4 નંગઅડદ ના પાપડ શેકેલા
  39. 4 ગ્લાસછાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ મખની માટે આખા અડદ અને રાજમાં ને કુકર મા 5 થી 6 સિટી કરી બાફી લો.એક કડાઈ મા બટર મૂકો અને બધા આખા મસાલા બે મિનિટ સાંતળો ઓછી તેમાં ડુંગળી ઉમેરી અને સાંતળી લો હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ અને મરચા ના ટુકડા ઉમેરો ઓછી તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરી હલાવો. 5 મિનિટ ઢાંકી ને રાખી હવે તેમાં લાલ મરચું અને જાયફળ પાઉડર ઉમેરી ને બે મિનિટ ઢાંકી દો પછી તેમાં બાફેલા અડદ અને રાજમાં અને નમક, થોડુ પાણી નાખી સરસ રીતે મિક્સ કરી ને ઉકળવા મુકો 15 મિનિટ ધીમા ગેસ પર.

  2. 2

    15 મિનિટ પછી તેમાં મલાઈ ઉમેરી દો.તૈયાર છે દાળ મખની ને પરોઠા,નાન જોડે સર્વ કરો

  3. 3

    જીરા રાઈસ માટે એક કડાઈ મા ઘી મૂકી તેમાં જીરું,તમાલ પત્ર નાખો ગુલાબી થાય એટલે તેમાં લીમડા ના પણ ઉમેરી તૈયાર વઘાર ને બાફેલા ભાત પર નાખી ને મિક્સ કરી લો.તૈયાર છે જીરા રાઈસ જેને દાળ મખની,કે દાળ તડકા જોડે સર્વ કરી શકાય.

  4. 4

    ઘઉં અને મેંદો મિકસ કરી તેમાં તેલ,નમક,જીરું ઉમેરી થોડો કડક એવો પરોઠા નો લોટ બાંધી લેવો.તૈયાર લોટ માંથી એક લુવો બનાવી લો.તેને સાદું ગોળ વણી લો તેમાં ઉપર તેલ લગાવો અને થોડો ઘઉં નો લોટ ભભરાવી દો.હવે કિનારી આગળ અને પાછળ બંને બાજુ ફોલ્ડ કરી ને લુવો તૈયાર કરી લો.તેને ફરી થી વણી લો.એક નોનસ્ટિક પર થોડું ઘી મૂકી બને બાજુ ગુલાબી શેકી લો.તૈયાર છે લચ્છા પરાઠા.

  5. 5

    હવે મકાઈ ના દાણા ને ક્રશ કરી લો તેમાં આદુ મરચાં ની પેસ્ટ સમારેલા કેપ્સીકમ,ડુંગળી,કોથમીર,મરી નો ભૂકો, કોર્ન ફ્લોર,નમક ઉમેરી મિક્સ કરી લો ગરમ તેલ મા મીડીયમ ગેસ પર સોનેરી રંગના વડા તળી લો.

  6. 6

    સ્ટાર્ટર માં મકાઈના વડા મુખ્ય મેનુ માં,જીરા રાઈસ અને લાચ્છાં પરાઠા જોડે શેકેલા પાપડ,સમારેલ ડુંગળી,ટામેટા અને છાશ.મે અહી સ્વીટ માં કેસર બદામ ફીરની બના વી છે જેની રેસીપી મે અગાઉ આપી જ દીધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes