બાજરી ના રોટલાનુ છુટુ ચુરમુ(Bajari Na Rotala Nu Churmu Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#નોર્થ
વિસરાતી વાનગી
આ રેશીપી રાજસ્થાની સ્વીટ ડીશ છે જે ખૂબ હેલ્ધી અને ડાયેટ ડીશ છે.ગુજરાતમાં આ ડીશ શિરામણમા ખવાતી વિસરાતી વાનગી છે. સવારે ખેતરમાં જવાનું હોય એટલે ભાતુ પણ બનાવવાનુ હોય જેથી બનાવી મૂકેલા રોટલાથી ઝટપટ બની જાય સાથે કોઈ વસ્તુની જરૂર ન પડે .પ્રોટીન આયૅન અને વિટામિનથી ભરપૂર ઝટપટ ઝંઝટ વગર બની જતી સરળ અને સહેલી વાનગી આપની સમક્ષ લાવી છું જે 100 % સૌને પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબાજરી ના હાથથી ઘડેલા રોટલા (3-4 કલાક ઠંંડા કરેલા)
  2. 1 ચમચોદેશી ઘી
  3. 1 મોટો ચમચોગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઠંડા રોટલાને હાથથી ચોળીને અધકચરો ભૂકો કરી લો.(અધકચરો એટલા માટે કે તેને તમે ચાવો અને તો જ એનો સ્વાદ માણી શકો.).

  2. 2

    ત્યારબાદ તેમાં ગોળ મિક્સ કરી દો.અને ઘી ઉમેરી મિક્સ કરી દો.

  3. 3

    હવે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી એક ચમચી ઘી રેડી બદામથી ગાર્નીશ કરી સવૅ કરો.(સાથે શેકેલા કે ખાટા મરચાં,ખાટાં લીંબુ,કે તીખું શાક પીરસી શકાય.)

  4. 4

    (સાથે ખાટા કે શેકેલા મરચાં,ખાટુ અથાણું કે તીખું શાક સવૅ કરી શકાય.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes