લાઈવ  ઢોકળા(live dhokla recipe in gujarati)

Vidhya vijay
Vidhya vijay @cook_25978039

#FM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20 મિનિટ
2 લોકો માટે
  1. 2 કપઢોકળા નો તૈયાર લોટ
  2. અડધો કપ દહીં
  3. 1 ચમચીઆદું મરચાંની પેસ્ટ
  4. 1/2ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. લાલ મરચું પાઉડર
  7. સીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઢોકળા નો લોટ લઇ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઓવર નાઈટ રેવા દો.

  2. 2

    ત્યાર બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠુ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ ઢોકળીયા માં 2ગ્લાસ પાણી ઉમેરી મારો મૂકી ઢાંકણ ઢાંકી ગરમ થવા મુકો. પછી ઢોકળીયા ની ડીસ ને તેલ થી ગ્રીસ કરી દો.

  4. 4

    ત્યાર બાદ ઢોકળા ના બેટર માં 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી તરત જ ગ્રીસ કરેલ ડીસ માં પાતળું લેયર બને એટલું બેટર ઉમેરી લાલ મરચું સ્પ્રિંગલ કરી ઢોકળીયા માં 15 મિનિટ માટે સ્ટીમ થવા મુકો.

  5. 5

    15 મિનિટ પછી ચેક કરી ઢોકળા ને ગરમા ગરમ ગ્રીન ચટણી, લસણ ની ચટણી, સીંગ તેલ રેડી સર્વ કરો.

  6. 6

    તો રેડી છે આપડા સુપર્બ લાઈવ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya vijay
Vidhya vijay @cook_25978039
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes