ઉપમા(Upma Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

આ એક પોસ્ટિક ને હળવો નાસ્તો છે સવાર માં નાસ્તા માટે ઝટપટ બની જાય એવો નાસ્તો છે

ઉપમા(Upma Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ એક પોસ્ટિક ને હળવો નાસ્તો છે સવાર માં નાસ્તા માટે ઝટપટ બની જાય એવો નાસ્તો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપરવો શેકેલો
  2. ૧ નંગકાંદા (મધ્યમ કદના)- (બારીક કાપેલા)
  3. ૨ નંગલીલા મરચાં (બારીક કાપેલા
  4. ૨ મોટી ચમચીકાજુ તળેલા
  5. ૧ નાની ચમચીસાકર જરૂર હોય તો જ
  6. ચપટીજીરું વઘાર માટે
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૨ ચમચીલીલા વટાણા ફોલેલા
  9. ૧ નંગટામેટું સમારેલું
  10. ૭-૮ કળી મીઠાં લીમડી વઘાર માટે
  11. ૨ મોટી ચમચીતેલ
  12. ૧ નંગબટાકા કાપેલા
  13. ચપટીહિંગ વઘાર માટે
  14. ૨ મોટી ચમચીવઘાર માટે — ચણા દાળ
  15. ૧/૨ ચમચીઆદુ સેજ ક્રશ કરેલું
  16. ૧ નાની ચમચીઅડદ દાળ
  17. સ્વાદાનુસાર મીઠુ
  18. ૬ નંગકાજુ તળેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું અને મીઠા લીમડાનો વઘાર કરો.હવે અડદની દાળ નાખીને સ્લૉ ફ્લેમ પર એક મીનિટ સુધી શેકો.અડદની દાળ શેકાઈ જાય પછી તેમાં સમારેલી ડુંગળી અને આદુ નાખો.

  2. 2

    મધ્યમ તાપે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. શેકાઈ જાય એટલે સેજ હિંગ નાખો

  3. 3

    ત્યાર બાદ તેમાં રવો, ચોરસ ટુકડા કરેલા બટાકા ટામેટા, વટાણા, મીઠું અને લીલા મરચાં ઉમેરો. સારી રીતે ભેળવો, ૧/૪ કપ પાણી ઉમેરી, થોડું હલાવો. ધીમા તાપે ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો. થોડી મિનિટ પછી ફરી થોડું પાણી છાંટો.

  4. 4

    કાજુ અને સાકર ઉમેરો. રવો નરમ થાય ત્યાં સુધી તેની ભેળવો અને ચડવા દો. અંતે તમને મિશ્રણ એક નરમ અને ભેજવાળું મળશે, હવે તમારા ઉપમા તૈયાર છે.કોથમીર ઉમેરો

  5. 5

    ગેસ બંધ કરી લો ઉપમા ને બીજી એક ડીશ માં સજાવી કાઢી ને પીરસો તેને તમે લીલી ચટણી દહીં સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes