રોટલી ફ્રેન્કી(Frankie Recipe In Gujarat)

milan bhatt
milan bhatt @Bhavna

રોટલી ફ્રેન્કી(Frankie Recipe In Gujarat)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગઘઉં ની રોટલી
  2. 2-3 ચમચીકોબી
  3. 1 કપગાજર ખમણેલું
  4. 2-3 નંગમરચા અથવા કેપ્સિક
  5. જરૂર મુજબબટેટા ની ચિપ્સ (મેં આમાં આપડે સૂકવેલી બટેટા ની ચિપ્સ બનાવીએ એને પાણી માં થોડી વાર પલાળીને લીધી છે.)
  6. 2 ક્યુબચીઝ
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીઓરેગાનો
  9. સ્વાદપ્રમાણે મીઠું
  10. જરૂર મુજબટમેટો કેચપ
  11. જરૂર મુજબસેઝવાન સોસ, અથવા ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રોટલી બનાવી ને થોડી શેકી લેવી.

  2. 2

    ત્યારબાદ કોબી જીની સુધારી લેવી, મરચા ને પણ જીના સુધારી લેવા, ગાજર ખમણી લેવા.બટેટા ની ચિપ્સ ને બાફી લેવી. આમાં મેં આપડે સુકવણી કરેલી ચિપ્સ ને પાણી માં પલાળીને લીધી છે. એ સરસ થઇ જાય છે.

  3. 3

    એક પેન માં 2 ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં બધા શાક સાંતળી લેવા.બટેટા ની પલાળેલી ચિપ્સ. આમાં તમે તાજી બનાવેલી ચિપ્સ પણ લઇ શકાય તેને થીડીવાર ગરમ પાણી માં મીઠું નાખી બાફી લેવી. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ થોડો સોસ નાખી બરાબર હલાવી ને થોડા સાંતળી લેવા.

  4. 4

    ત્યારબાદ રોટલી લઇ તેને ગરમ લોઢી ઉપર રાખી ઉપર ટમેટો સોસ અને સેઝવાન સોસ લગાડી તેના ઉપર બધા શાક ની લાંબી લાઈન માં રાખી ઉપર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી ને ઉપર એક ચીઝ ક્યુબ ખમણવું. અને રોટલી બંને બાજુ થી વાળી લેવી. થોડી કડક ભાવે તો બંને બાજુ સેકી લેવી.તો તૈયાર છે એકદમ હેલ્ધી બાળકો ને ભાવે અને ઘર માંથી જ બધું મળી શકે એવી ફટાફટ બની જતી ફ્રેન્કી.

  5. 5

    તેને ગરમ ગરમ જ સોસ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
milan bhatt
milan bhatt @Bhavna
પર

Similar Recipes