મલ્ટી ગ્રાઇન ફ્લોર પૌષ્ટિક સુખડી (Multigrain Flour Sukhadi Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ફટાફટ
ગુજરાતીઓને દરરોજ જમવામાં કંઈક sweet જોઈતી હોય છે.. કેમ કે સુખડી પૌષ્ટિક તત્વોથી ભરપુર માનવામાં આવે છે અને ઝડપથી થઈ જતી વાનગી છે.તો મેં આજે ઘઉંનો જીણો લોટ, ઘઉં નો જાડો લોટ, ૧ નાની વાટકી લોટ, થોડી વરીયાળી, શુંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, કાજુ બદામનો ભૂકો, થોડી જાયફળનો ભૂકો, ઉમેરીને આ પૌષ્ટિક સુખડી બનાવી છે....

જે ખુબ સરસ થઇ છે... અને ઘરના બધાને પણ ખૂબ પસંદ આવી છે...
આ સુખડી ને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ અને અત્યારે બાળકો કોરોના ને લીધે ઘરે હોય ત્યારે આવી પૌષ્ટિક વાનગી બનાવીને આપવાથી તેને બળ પ્રાપ્ત થાય છે.. અને બાળકોના શરીરના પણ વિકાસ થાય છે..
આ સુખડી ને તમે સાતથી આઠ દિવસ માટે રાખી શકો છો, પિકનિકમાં પણ લઈ જઈ શકો છો... અને હા ડાયાબિટીસ ના દર્દી પણ આ સુખડી ને ખાઈ શકે છે....
તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના રિવ્યુઝ જરૂરથી આપશો...
તો ચાલો જોઈએ તેની રેસિપી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ લોકો માટે
  1. --મલ્ટી ગ્રાઇન પૌષ્ટિક સુખડી બનાવવા માટે----
  2. 1 ચમચો ઘઉંનો જીણો લોટ
  3. ૧ નાની વાટકીઘઉંનો જાડો લોટ
  4. ૧ નાની વાટકીજુવારનો લોટ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. 1/4 ચમચી સુંઠ પાઉડર
  7. ૩ ચમચીટોપરાનું ખમણ
  8. 2 મોટી ચમચીગોળ (દેશી દવા વગર નો)
  9. 1 ચમચી ઘસરકા જાયફળના
  10. --- ગાર્નીશિંગ માટે---
  11. જરૂર મુજબ કોપરાનું ખમણ
  12. જરૂર મુજબ સુઠ પાઉડર
  13. જરૂર મુજબ ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં બધા લોટ અને ટોપરાનું ખમણ, સૂંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, જાયફળ, બે ચમચી વરિયાળી, અને કાજૂ-બદામ લઈ લો.... ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.. પછી તેમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરો....

  2. 2

    ઘઉંનો જાડો લોટ ઉમેરો.એક વાટકી જુવારનો લોટ ઉમેરો પછી બધાને સરખી રીતે મિક્સ કરી ધીમા ગેસ પર ચમચાથી સતત હલાવતા રહો.

  3. 3

    પાંચ મિનિટ એ રીતે સતત હલાવવાથી તેનો રંગ બદામી રંગનો થઈ જશે પછી તેમાં બે ચમચી વરીયાળી ઉમેરો... પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો...

  4. 4

    પછી તેમાં 1/4 ચમચી સૂંઠ પાઉડર ઉમેરો.પછી બધું સરખી રીતે મિક્સ કરી લો... પછી તેમાં બે ચમચી ટોપરાનું ખમણ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ કાજુ બદામ મિક્સરમાં મિડિયમ સાઈઝના કટકા કરી ક્રશ કરી લો....

  6. 6

    ત્યારબાદ કઢાઈને નીચે ઊતારી તેમાં બે ચમચી ગોળ ઉમેરો, કાજુ બદામનો ભૂકો ઉમેરો, ફરી થોડી વરીયાળી ઉમેરો, ત્યારબાદ એક પ્લેટમાં ઘી લગાવી લો. પ્લેટ એલ્યુમિનિયમની હોય તો વધુ સારું, કેમ કે એમાં જલ્દી જામી જાય છે. પછી બધું સરખી રીતે મિક્ષ કરી લેવું.

  7. 7

    ત્યારબાદ લગાવેલી પ્લેટમાં બધું મિશ્રણ ઉમેરવો.ત્યારબાદ ડેકોરેશન માટે તેમાં ફરીથી ટોપરાનું ખમણ ઉમેરવું.થોડું ઇલાયચી પાઉડર ઉમેરવો...

  8. 8

    થોડો સુંઠ પાઉડર ઉમેરવો.ડેકોરેશન વાડી સુખડી તૈયાર છે. ત્યારબાદ ઉપરથી ફરીથી ટોપરાનું ખમણ ઉમેરવું....

  9. 9

    ત્યારબાદ ટેસ્ટ માટે ફરીથી થોડું જાયફળ ઉમેરવું.

  10. 10

    ત્યારબાદ તેમાં કાજુ બદામનો ભૂકો ઉમેરવો..... બે મીનીટ તેને રેસ્ટ આપવો...... પછી તેને મનપસંદ ચપ્પુ વડે આકાર આપી સર્વિંગ પ્લેટમાં લઈ લેવી......

  11. 11

    😍😍😍😍

  12. 12

    🤩🤩🤩🤩🤩🤩🤩

  13. 13

    છે ને મસ્ત યમ્મી, તમે પણ બનાવશો, અને મને તેના રિવ્યુઝ જરૂરથી આપજો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes