સાઈડ ડીશ (Side Dish Recipe In Gujarati)

#સાઈડ
કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે દાળ,ભાણ,શાક,રોટલી તો બનાવતાજ હોઈએ છીએ.પણસાઈડમાંઅથાણા,સલાડ,પાપડ,ચટણી,મીષ્ટાણ અને ફરસાણ ના હોય એમ થોડુ ચાલે?તો મેં અહીં સાઈડ ડીશ બનાવી છે.
સાઈડ ડીશ (Side Dish Recipe In Gujarati)
#સાઈડ
કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે દાળ,ભાણ,શાક,રોટલી તો બનાવતાજ હોઈએ છીએ.પણસાઈડમાંઅથાણા,સલાડ,પાપડ,ચટણી,મીષ્ટાણ અને ફરસાણ ના હોય એમ થોડુ ચાલે?તો મેં અહીં સાઈડ ડીશ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાડવા બનાવવા માટે લોટ લઈ તેમાગરમ નવશેકુ પાણી નાખી છુટે નહિ તે રીતે મુઠીયા વાળી ગરમ તેલમાં ધીમા તાપે બ્રાઉન કલરના તળીલો.પછી તેના કટકા કરી મિક્સરજારમાં ભુકો કરી લો.હવે તેમા ઇલાયચી નાખી મિક્સ કરી લો. ઘી ગરમકરી તેમા કાજુબદામ તળીલો.ત્યારબાદતેમા ગોળ નાખી પાઈ કરી લાડવાના ભુકા મા નાખી મિક્સ કરી કાજુબદામ નાખી મિકસ કરી લાડવા બનાવી લો.તો તૈયારછે લાડવા.
- 2
ગાઠીયા બનાવવા માટે બેસન લઈ તેમાં અજમા,મીઠુ,હિંગ,સોડા અને બે ચમચા તેલનુ મોણ નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી નાખી નરમ લોટ તૈયાર કરો.ત્યારબાદ તેલ ગરમ કરી જીણા ગાઠીયાના જારા વડે ગાઠીયા પાડી લો.તેના પર હિંગ અને મરી પાઉડર છાટી દો. તો તૈયાર છે ગાઠીયા.
- 3
ગુવારની કાચરી બનાવવા માટે ગુવારનેધોઈ તેને કુકરમાં થોડુ પાણી અને મીઠુ નાખી એક સીટી કરી બાફી લો.પછી તેને 3-4 દિવસ તળકામાં સુકવીદો. સુકાઈ જાય એટલે ગરમ તેલ માં તળી લો. તો તૈયાર છે ગુવારની કાચરી.
- 4
મસાલા પૂરી બનાવવા માટે ઘઉ નો લોટ લઈ તેમા બધા મસાલા,મીઠુ અને તેલનૂ મોણ નાખી લોટ બાંધી લો.પછી લોટ માંથી નાનો લુઓ લઈ તેની પરી વણી ગરમ તેલ માં તળી લો. તો તૈયાર છે મસાલા પૂરી.
- 5
છુટી ચોળી બનાવવા માટે સુકી ચોળી ને બે કલાક પાણીમા પલાળી રાખો.ત્યારબાદ તેને બાફી લો.બફાઈ જાય એટલે એક પેન માં તેલ ગરમ કરીરાઈ,જીરુનો વઘાર કરી તેમાં ચોળી નાખી દો.હવે તેના પર બધા મસાલા,મીઠુ અને લીંબુનો રસ નાખી મિક્સ કરીબે મિનીટ સાતળી કોથમરી છાટીદો. તો તૈયાર છે છુટી ચોળી.
- 6
ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સરજારમાં કોથમરી,આદુ,મરચા,મીઠુ,ખાંડ,શેકેલા સીંગદાણાનો ભુકો અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. તો તૈયાર છે ગ્રીન ચટણી.
- 7
આથેલા લીંબુ બનાવવા માટે લીંબુને ધોઈ તેના પર કાપા પાડી લો.હવે હળદર લઈ તેમાં જરુર મુજબ મીઠુ ઉમેરી મિક્સ કરી લીબુ માં કાપા પાડયા ત્યાં વચ્ચે ભરી દો.અને બે-ત્રણ દિવસ રાખી દો.વચ્ચે તેને હલાવતા રહો.તો તૈયાર છે આથેલા લીંબુ.
- 8
પીળી હળદરને ધોઈ તેની છાલ કાઢી તેને ગોળ સમારી લો.ત્યારબાદ તેમાં મીઠુ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. તો તૈયારછે પીળી હળદરનુ અથાણુ.
- 9
રાયવાળા મરચા બનાવવા માટે લીલા મરચાને ધોઈ તેને ઉભા સમારી લો.હવે તેમાં રાઈના કુરીયા,મીઠુ,હળદર,હિંગ,તેલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.તો તૈયારછે રાઈ વાળા મરચા.
- 10
ટીંડોળ,પપૈયા અને મરચાનો સંભારો બનાવવા માટે ટીડોળાને ધોઈ તેના કટકા કરી લો.મરચાના પણ કટકા કરી લો.ત્યારબાદ એક પેનમા્ તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ અને હિંગ નાખી વઘાર કરી ટીંડોળા,મરચા અને પપૈયાનુ ખમણ નાખી તેમાં હળદર અને મીઠુનાખી મિક્સ કરી ચડવા દો.ત્યારબાદ તેમા ગોળ નાખી મિકસ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. તો તોયાર છે સંભારો.
- 11
કાકળી,ટામેટાં અને ગાજરને ગોળ સમારી સવિૅગ પ્લેટ માં લઈ ચાટ મસાલો છાટી દો. તો તૈયાર છે સલાડ.
- 12
લીલા મરચાને ગરમ તેલ માં તળીલો.તેના પર મીઠુ અને હિંગ છાંટી દો.તો તૈયાર છે તળેલા મરચા.
- 13
ચોખાના લાલ મરચાના પાપડ બનાવવા માટે પાણી ગરમ મુકીતેમાં મીઠુ,ખારો,વાટેલુ જીરુ નાખી પાણી ઊકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં લાલ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી થોડો થોડો ચોખાનો લોટ નાખી વેલણ વડે હલાવતા રહો કણી ના રહે એ રીતે હલાવી પાફડ બનાવવા માટે ખીચુ તૈયાર કરો.ત્યાર બાદ તેમાં તેલ નાખી મિક્સ કરી તેમાંથી લુઓ લઈ પાટલા પર તેલ લગાવી પાપડ વણી લો.તેને તળકા માં સુકવી દો. અને ગરમ તેલ માં તળી લો. આજ રીતે લીલા મરચાના પાપડ બનાવી લો. તો તૈયાર છે ચોખાના લાલ અને લીલા મરચા ના પાપડ.
- 14
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઇડ ડીશ (Side dish Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓ નું ખાવાનું સાઈડ ડિશ વગર અધૂરું છે અહીંયા આપણે અલગ-અલગ અથાણા મરચાં છાશ પાપડ અને રાયતા સાથે ભરેલા રીંગણા બટેટા નું શાક અને રોટલી સાથે વિવિધ સાઈડ ડીસ સર્વ કરેલ છે Vaghela bhavisha -
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#સાઈડ ચટણી વગર થાળી અધૂરી લાગે બપોરે દાળ, ભાત, શાક,રોટલી બનાવ્યા હોય તો આપણ ને એમ થાય કે સાઈડ મા ચટણી ....કરી નાખીએ .... તો મે કોથમરી, મરચા ની ચટણી બનાવી Vandna bosamiya -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
-
પ્લેટર ઓફ સાઇડ ડીશ (Platter of side dish Recipe In Gujarati)
#સાઇડ#(Pleter of side dish- 8) હેલો ફ્રેન્ડ્સ, આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે શરૂઆતમાં આપણને ઘણી બધી side dish જોવા મળે છે. જેમાં જુદીજુદી જાતના પાકા સંભારા અને જુદી જુદી જાતની ચટણી નો સમાવેશ કરવામાં આવેલ હોય છે.. તો એવી જ એક પ્લેટર ઓફ સાઇડ ડીસ 8 કે જેમા આઠ જુદી જુદી 8 વાનગીઓ આજે આપની સાથે નીચે મુજબ ની વાનગીઓ શેર કરું છું.. 1.દાળિયા કોથમીર ની ચટણી,2. કોબી મરચાનો સંભારો,3.ગાજર લીલા મરચા નો સંભારા,4. ટીંડોળા લીલા મરચાનો સંભારો5. કાચા પપૈયા લીલા મરચાનો સંભારો6. સિઝનમાં ઘરે સુકવણી કરેલ ચોખાની મમરી/ પટ્ટી7. સિઝનમાં ના ઘરે સુકવણી કરેલ ગુવાર ની કાચરી8.. તળેલું લીલું મરચું... આશા છે આપને પણ જરૂરથી ગમશે.. પણ જો કે મારા ઘરના સભ્યોએ તો મને સર્ટિફિકેટ આપી દીધું કે બધું જ મસ્ત બન્યું છે.. તો તમે પણ ટ્રાય કરજો...... Khyati Joshi Trivedi -
લોકડાઉન ડીશ
જયારે શાકભાજીના મળે ત્યારે ઘરમાં જે હોયતેનાથી જ બનાવો પૌષ્ટીક ડીશ.#લોકડાઉન#goldenapran3 Rajni Sanghavi -
ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે Buddhadev Reena -
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
લેબનિઝ ડીશ (Lebanese Dish Recipe In Gujarati)
#ATW3#TheChefStory#CookpadIndia#Cookpad_guલેબનીઝ ક્યુઇસીન માં મુખ્યતવે હમ્મસ, ફલાફલ, મુહમ્મરા ડીપ, બાબાઘનુષ, તાઝાટઝીકી ડિપ તાબુલેહ સલાડ વગેરે નો સમાવેશ થાય છે. અહીં મારી લેબનીઝ ડીશ માં મેં ફલાફલ ટિક્કી, તાઝાટઝીકી ડીપ, ક્વિનોઆ તાબુલેહ નો ઉપયોગ કરી એક પ્લેટર બનાવ્યું છે.. Khyati Dhaval Chauhan -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
રાજસ્થાની બુુંદી રાયતા (Rajasthani Boondi Raita Recipe In Gujarati)
#GA4#Week25મહેમાન આવ્યા હોય ત્યારે મિષ્ટાન ફરસાણ અને ફૂલ ડીશ બનાવયે ત્યારે સલાડ, પાપડ છાશ, અથાણા સાથે રાઇતું હોય તો એક સંપૂણૅ થાળી ની ફીલીંગ આવે. મેં પણ બનાવ્યું રાજસ્થાની ફેમસ બુંદી રાઇતું. સાઈડ ડીશ માં બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
ફરાળી ડીશ (Farali dish Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત ગઇકાલે શ્રાવણ મહિનાનો સોમવાર તો આ ફરાળી ડીસ બનાવી..... કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂરેપૂરો ના રહો અને માત્ર સોમવાર રહો તો પણ તેનું ફળ અચૂક મળે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...., Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi -
લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
#ChooseToCookઆજે લંચ માં સાદુ જ ખાવું હતું .એટલે રોટલી અને લચકો દાળ બનાવી ,આપણે ગુજરાતીઓ ને થાળી માં વળગણ તો જોઈએ જ, તો સાથે સલાડ,અથાણું અને હળદર,પાપડ મૂક્યાએટલે ફુલ ડિશ થઈ ગઈ..😀👍🏻 Sangita Vyas -
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
ચીઝ વડાપાંઉ (Cheese vadapav Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 24 વડાપાંઉ એ મહારાષ્ટ્રનો ફેમસ છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ને ગરમાં ગરમ તીખા ને ટેસ્ટી વડાપાંઉ ખાવાની મજા પડી જાય.આમ તો તેમાં ચીઝ હોતુ નથી પણ બાળકોને ચીઝ વાળુ ભાવતું હોય છે તેથી આજે મેં ચીઝ વડાપાંઉ બનાવ્યા છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Sonal Lal -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
લાલ મરચા નું અથાણું (Red March Nu Athanu Recipe In Gujarati)
#સાઈડગુજરાતી લોકો ની પોતાની એક આગવી ઓળખ હોય છે કે ખાવા ની બાબત હોય તો તેમાં એક કે બે વસ્તુ હોય તો ના ચાલે સાથે ધણું બધુ સાઈડ માં જોય છાશ પાપડ સલાડ ને અને અથાણા તો હુ મે લાલ મરચા નું રાઈ ના બોરા વાળુ અથાણુ બનાવ્યુ છે તો તેનીરેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)
#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે . Krishna Hiral Bodar -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ઢોકળા કેક (Dhokala Cake Recipe In Gujarati)
#India2020#વેસ્ટ ઢોકળા એ ગુજરાતીઓ નો સૌથી પ્રીય નાસ્તો છે. જે બાફીને બનાવવામાં આવે છે.તો આજે મેં ઢોકળામાં થોડો ફેરફાર કરી કેક જેવા બનાવ્યાછે. તેને જોઈને જ ખાવાનુ મન થઈ જાય. Sonal Lal -
-
ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#30minsસાઉથ ઇન્ડિયન રેસિપી નું quick version છે..મહેમાન આવ્યા હોય અને ઢોકળા કે કોઈ ઝટપટ ફરસાણ બનાવ્યા ની સાથે આવી ચટણી બનાવી ને પીરસી શકાય છે Sangita Vyas -
ભજીયાની સ્પેશિયલ ચટણી(Pakoda chatney recipe in Gujarati)
#MW3 શિયાળામાં ભજીયા ખાવા મળી જાય તો મજા તો આવી જાય પણ સાથે યુ ચટણી પણ તેને અનુરૂપ હોય તો તે ભજીયા ની મજા જ અલગ પડી જાય તો આજે આપણે ભજીયાની રીત જોઈએ તે પણ એવી કે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય જ્યારે મહેમાન ઘરે આવે અને એમ થાય કે ચટણી નથી તો તરત જ ઘરે સ્પેશિયલ ચટણી બનાવવાની રીત જોઈએ. Varsha Monani
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ (7)