ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#ઉપવાસ
આ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે

ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)

#ઉપવાસ
આ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. 🌱સાબુદાણા ની ખીર માટે:
  2. 1/2 કપપલાળેલા સાબુદાણા
  3. 1 કપઘટ્ટ દૂધ
  4. 2-3 ચમચીખાંડ
  5. 🌱લીલી સાબુદાણા ની ખીચડી માટે :
  6. 1 કપપલાળેલા સાબુદાણા
  7. 1/4 કપસીંગદાણા નો ભુક્કો
  8. 2 ચમચીઆદુ મરચા અને ધાણા ભાજી ની પીસીને પેસ્ટ
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1/2 ચમચીખાંડ
  11. 4-5લીમડાના પાન
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2 ચમચીતેલ
  15. 🌱સુકી ભાજી માટે :
  16. 4 નંગબાફેલા બટાકા
  17. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીગરમ મસાલો
  20. 1 ચમચીધાણાજીરૂ
  21. 1 ચમચીલીંબુનો રસ
  22. 1 ચમચીજીરૂ
  23. 1/4 ચમચીહિંગ
  24. 1/4 ચમચીહળદર
  25. 5-7લીમડાના પાન
  26. મીઠું સ્વાદાનુસાર
  27. 🌱ફરાળી મીઠી ચટણી માટે:
  28. 1/2 કપખજૂર
  29. 3-4 નંગઆંબલી
  30. 1/2 ચમચીલાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું, આદું મરચાં ની પેસ્ટ
  31. 🌱ફરાળી ગ્રીન ચટણી માટે:
  32. 1/2 કપધાણા ભાજી
  33. 2 ચમચીસીંગદાણા
  34. 2-3મરચી 1 આદુનો ટુકડો
  35. 1 ચમચીલીંબુનો રસ
  36. મીઠું સ્વાદાનુસાર
  37. 🌱ફરાળી કચોરી બનાવવા માટે:
  38. 2-3 નંગબાફેલા બટાકા
  39. 1/2સાબુદાણા અને મોરૈયા નો પાઉડર
  40. 1/2 કપસીંગદાણા નો ભુક્કો
  41. 1 કપકોપરા છીણેલું
  42. 7-8કાજુ અને દ્રાક્ષ ના ટુકડા
  43. મીઠું સ્વાદાનુસાર
  44. 1 ચમચીલીંબુનો રસ
  45. ધાણા ભાજી
  46. 🌱બટાકાની કતરણ અને સીંગદાણા મિકચર:
  47. 1 કપબટાકા ની કતરણ
  48. 1 કપકાચા સીંગદાણા
  49. 1 ચમચીલાલમરચું, ધાણાજીરું,ખાંડનો પાઉડર અને મીઠુ
  50. 1 ચમચીખાંડનો પાઉડર
  51. 🌱બટાકાની વેફર અને સાબુદાણા ના ગાંઠીયા માટે:
  52. 1ડીશ કાચા ગાંઠીયા 1 ડીશ કાચી વેફર
  53. (બધી જ વસ્તુઓ તળવા તેલ તળવા માટે)
  54. ધાણાભાજી ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ફરાળી કચોરી બનાવવા માટે એક બાઉલમાં બટાકાને મેશ કરી લેવા ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખી સાબુદાણા અને મોરૈયા નો પાઉડર ઉમેરો. ઉપરનું પડ તૈયાર છે

  2. 2

    હવે એક બાઉલમાં છીણેલું કોપરું, સિંગદાણાનો ભૂકો, કાજુ,દ્રાક્ષ, લીંબુનો રસ, ખાંડ, મીઠું, ધાણાભાજી અને આદુ મરચાની પેસ્ટ નાંખી બધું મિક્સ કરી લેવું.હવે તેમાં થોડું પાણી ઉમેરવું જેથી તે ડ્રાય ના થઈ જાય.

  3. 3

    હવે આ બનાવેલા બટાકાના મિશ્રણમાંથી થેપલી જેવું હાથમાં લઇ વચ્ચે સ્ટફિંગ મૂકી ફરતી કોર બંધ કરી કચોરી જેવું બનાવી લેવું.

  4. 4

    હવે તેલ ગરમ મૂકી ધીમા તાપે આ કચોરી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે આ કચોરી પર થોડી ગ્રીન ચટણી મીઠી ચટણી અને ટોપરાનું છીણ નાખી ગાર્નીશિંગ કરવું

  5. 5

    સાબુદાણાની ખીચડી માટે સાબુદાણાને પાણીમાં 3--4 કલાક પલાળી પછી તેને સારી રીતે ધોઈને યુઝ કરવા.હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં જીરુ આદુ-મરચાની પેસ્ટ લીમડાના પાન અને હિંગ નાખી તેમાં સાબુદાણા નાંખી દેવા. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, સીંગદાણાનો ભૂકો અને ખાંડ નાખી સારી રીતે હલાવી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દેવું. તો તૈયાર છે સાબુદાણાની ખીચડી...

  6. 6

    સૌપ્રથમ એક બાઉલમાં પલાળેલા સાબુદાણા લઈ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી સાબુદાણા દૂધ સાથે એકરસ થઈ જાય ત્યાં સુધી ઊકળવા દેવું સાબુદાણા સરસ ચડી જાય એટલે સાબુદાણાની ખીર તૈયાર છે..

  7. 7

    ફરાળી મીઠી ચટણી બનાવવા માટે કુકરમા ખજૂર-આંબલી લઈ તેમાં ગરમ મસાલો ધાણાજીરું, મીઠું, લાલ મરચું પાઉડર,આદુ મરચાની પેસ્ટ નાખી એક સીટ લગાવી દેવી.હવે થોડી ઠંડી થાય એટલે તેને મિક્સરમાં પીસી લેવું તો તૈયાર છે ફરાળી મીઠી ચટણી...

  8. 8

    ફરાળી ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં ધાણા ભાજી, આદુ મરચાં, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને સીંગદાણા નાખી પીસી લેવું.

  9. 9

    સુકી ભાજી માટે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં તેલ નાખી દેવુ. ત્યારબાદ તેમાં જીરુ લીમડાના પાન આદું મરચાની પેસ્ટ નાખી બટાકા નાખવા. હવે તેમાં હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું અને લીંબુનો રસ નાખી સારી રીતે બધું હલાવી બેથી ત્રણ મિનિટ સુધી થવા દેવું. સુકી ભાજી તૈયાર છે.

  10. 10

    બટાકાની કતરણ અને સીંગદાણા મિકચર બનાવવા માટે બટાકા ની કતરણ અને કાચા સીંગદાણા તળી લેવા ત્યારબાદ તેમાં લાલમરચું, ધાણાજીરું,ખાંડનો પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરી લેવું.

  11. 11

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટાકા ની વેફર અને સાબુદાણા ના ગાંઠીયા તળી લેવા.

  12. 12

    તૈયાર છે આપણી ચટાકેદાર ફરાળી પ્લેટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes