છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...

#GA4
#WEEK1
#PUNJABI
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ સર્વિન્ગ્સ
  1. ૧ કપકાબુલી ચણા
  2. ૧/૪ ચમચીખાવાનો સોડા
  3. ૩/૪ ચમચી મીઠું
  4. ૩ કપપાણી પ્રેશરકુક કરવા માટે
  5. ચમચા તેલ
  6. ૧ નંગતમાલપત્ર
  7. ૩ ચમચીઇલાયચી
  8. ૨ કપડુંગળી ટામેટા ની પ્યુરી
  9. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  10. ૨ ચમચીછોલે મસાલો
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ૧ ચમચી‌મરચુ
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. ૨ ચમચીસમારેલી કોથમીર
  15. ભટુરે માટે
  16. ૨ કપમેંદો
  17. ૧ ચમચીરવો
  18. ૧ ચમચીખાંડ
  19. સ્વાદાનુસાર મીઠું
  20. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  21. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  22. ૨ ચમચીતેલ મોણ માટે
  23. કપ‌ દહીં
  24. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણા ને ૬ કલાક પાણીમાં પલાળી દો. પછી બરાબર ધોઈ મીઠું અને સોડા ઉમેરી ૫-૬ સીટી વગાડી બાફી લો.

  2. 2

    મેંદા માં રવો, મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, દહીં ઉમેરીને લોટ બાંધી લો અને તેને કવર કરી ૨ કલાક સુધી રેસ્ટ આપો.

  3. 3

    ૧ મોટી ડુંગળી અને ૨ ટામેટા ની પ્યુરી બનાવી લો. હવે પેન માં તેલ મૂકી તેમાં ઇલાયચી અને તમાલપત્ર ઉમેરી પ્યુરી નાખો, આદુ લસણની પેસ્ટ ઉમેરીને ૨ મિનિટ સુધી સાંતળો. બધા મસાલા ઉમેરો અને ફરી થી તેલ છુટું પડે ત્યાં સુધી ઢાંકીને ચડવા દો.

  4. 4

    ત્યારબાદ તેમાં છોલે ઉમેરો અને એકરસ થાય ત્યાં સુધી ઢાંકીને ચડવા દો. લોટમાંથી લુવા કરી વણી લો અને ગરમ તેલમાં તળી લો. છોલે કોથમીર થી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes