છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦-૬૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  1. છોલે માટે:-
  2. ૧ વાટકી- કાબુલી ચણા
  3. ૧ ચમચી- આંબલી
  4. ૩ નંગ- ટામેટા
  5. ૩ નંગ- ડુંગળી
  6. ૨ નંગ- મરચાં
  7. ૫-૭ કડી - લસણ
  8. ૧ ઇંચ- આદું નો ટુકડો
  9. ૧/૨ ચમચી- આખું જીરું
  10. ૧ ટુકડો- તજ
  11. ૨-૩ નંગ - લવિંગ
  12. ૨ નંગ- તમાલપત્ર
  13. ૧ નંગ- સૂકું લાલ મરચુ
  14. ૧ ચમચી- ધાણાજીરું
  15. ૨ ચમચી- લાલ મરચું પાઉડર
  16. ૧ ચમચી- ગરમ મસાલો
  17. ૧ ચમચી- કસૂરી મેથી
  18. ૧/૨ ચમચી- હળદર પાઉડર
  19. સ્વાદ અનુસાર- મીઠું
  20. ૪ મોટી ચમચી- તેલ
  21. ભટુરે માટે:-
  22. ૨ કપ- મેંદો
  23. ૧/૪ કપ- જીણો રવો
  24. સ્વાદાનુસાર - મીઠું
  25. ૧ ચમચી- ખાંડ
  26. ૨ મોટી ચમચી- તેલ
  27. જરૂર મુજબ - સોડા વોટર

રાંધવાની સૂચનાઓ

૫૦-૬૦ મિનીટ
  1. 1

    ચણા ને ૫-૬ કલાક માટે ગરમ પાણી માં પલાળી રાખી કુકર માં લઇ એમા આંબલી, મીઠું નાખી એને ૩-૪ સિટી કરી બાફી લેવા

  2. 2

    હવે ટામેટા ને ગેસ પર શેકી લઇ ઠંડા થાય એટલે એના ટુકડા કરી લેવા. હવે ચણા માં નાખેલી આંબલી કાઢી લઇ ટામેટા જોડે નાખી એને પીસી લેવું.

  3. 3

    હવે ડુંગળી ને સમારી એમા આદું, મરચુ, લસણ નાખી એને પીસી લેવું

  4. 4

    નોનસ્ટિક કડાઈમાં માં તેલ લઇ એ ગરમ થાય એટલે એમાં જીરું તજ, લવિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, નાખી એમાં ડુંગળી ની ગ્રેવી નાખી એને ૪-૫ મિનીટ માટે થોડી બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરવું.

  5. 5

    હવે એમાં ટામેટા ની ગ્રેવી, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખી ૪-૫ મિનીટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરવું.

  6. 6

    હવે એમાં બાફેલા ચણા, જરૂર મુજબ પાણી (ચણા બાફ્યા હોય એ પાણી પણ લઇ શકાય) નાખી એને ૫-૭ મિનીટ માટે ચડવા દેવું. મીડિયમ થીક ગ્રેવી રાખવી. છેલ્લે કસૂરી મેથી નાખી ૩-૪ મિનીટ ચડવા દેવું.

  7. 7

    ભટુરે બનાવવા માટે મેંદો, રવો, મીઠું, તેલ, ખાંડ નાખી મિક્સ કરી સોડા વોટર થી મીડિયમ લોટ બાંધવો

  8. 8

    હવે એને ૨૦-૩૦ મિનીટ માટે ઢાંકીને રેસ્ટ આપી એમાંથી મોટા ભટુરે વણી લેવા.

  9. 9

    હવે તેલ એકદમ ગરમ કરી લેવું. ધુમાડા નીકળે એટલું ગરમ થાય એટલે એમાં ભટુરે તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

ટિપ્પણીઓ

Similar Recipes